AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger 3: વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ કામ પર પરત ફરશે કેટરીના કૈફ, સલમાન ખાન સાથે કરશે શૂટિંગ

વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ હવે કેટરિના કૈફ ફરી પોતાની પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત થવા જઈ રહી છે. કેટરીના જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મ ટાઇગર 3નું શૂટિંગ શરૂ કરશે.

Tiger 3: વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ કામ પર પરત ફરશે કેટરીના કૈફ, સલમાન ખાન સાથે કરશે શૂટિંગ
Katrina Kaif and Salman Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 3:42 PM
Share

વિકી કૌશલ (Vicky Kaushal) સાથે લગ્ન કર્યા બાદ હવે કેટરિના કૈફ (Katrina Kaif) ફરી પોતાની પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત થવા જઈ રહી છે. કેટરીના જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મ ટાઇગર 3નું શૂટિંગ શરૂ કરશે. રશિયા, તુર્કી, ઓસ્ટ્રિયા અને મુંબઈમાં શૂટિંગ કર્યા બાદ હવે કેટરીના અને સલમાન ફિલ્મના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ કરશે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં થશે.

પિંકવિલાના રિપોર્ટ અનુસાર, આ 15 દિવસનું શૂટ હશે અને બંને એકસાથે ફિલ્મનું શૂટિંગ પૂરું કરશે. સલમાન અને કેટરિના દિલ્હીના રિયલ લોકેશન પર શૂટ કરશે. હવે રિયલ લોકેશન પર શૂટિંગ થવાને કારણે ફિલ્મની ટીમ સંપૂર્ણ તૈયારી કરી રહી છે કારણ કે ત્યાં ઘણી ભીડ હશે અને કલાકારોને જોવાને કારણે ભીડ પણ વધશે. બંનેના લુક લીક ન થાય તે માટે સંપૂર્ણ સુરક્ષા કરવામાં આવશે.

ફિલ્મની તૈયારીઓ ચાલી રહી છે

અહેવાલો અનુસાર, તે ખૂબ જ પડકારજનક છે, પરંતુ આદિત્ય ચોપરા, મનીષ શર્મા અને ફિલ્મની આખી ટીમ આ ફિલ્મને વધુ સારી બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. ફિલ્મને એક અલગ લેવલ પર લઈ જવાની યોજના છે.

સલમાન ખાન અને કેટરીના કૈફ બંને પોતાની પ્રોફેશનલ લાઈફને સારી રીતે સમજે છે. બંને જાણે છે કે આ ફિલ્મનું સૌથી મહત્વનું શેડ્યુલ છે, તેથી બંને તેના માટે સખત મહેનત કરી રહ્યા છે. આ શેડ્યૂલ માટે બંનેએ પોતાની ફિટનેસનું પણ ધ્યાન રાખવું પડશે.

આ 15 દિવસનું શેડ્યૂલ હશે અને તે પછી ફિલ્મનું શૂટિંગ પૂરું થશે. જણાવી દઈએ કે, ટાઈગર 3 ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. એક થા ટાઈગર પહેલીવાર વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. આ પછી વર્ષ 2017માં ટાઈગર ઝિંદા હૈ રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો બ્લોકબસ્ટર રહી હતી. હવે ચાહકોને ટાઇગર 3 પાસેથી ઘણી આશાઓ છે.

ઈમરાન પણ જોવા મળશે

આ ફિલ્મને લઈને ઈમરાન હાશ્મીનું નામ પણ સામે આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં ઈમરાન પણ જોવા મળી શકે છે. આ ફિલ્મમાં તે વિલનની ભૂમિકા ભજવશે. જો કે, અભિનેતા અથવા ફિલ્મના નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી આવી નથી. તે જ સમયે જ્યારે ઈમરાનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, જો તેને સલમાન ખાન સાથે કામ કરવાની તક મળે છે તો તે તેના માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. તમને જણાવી દઈએ કે, સલમાન અને ઈમરાન આ પહેલા ક્યારેય સાથે કામ કર્યું નથી.

આ પણ વાંચો: CBSE Syllabus Change: CBSEનો અભ્યાસક્રમ બદલાશે! NCERT કરી રહ્યું છે પુસ્તકોની સમીક્ષા

આ પણ વાંચો: Current Affairs: 4 રનવે ધરાવતું દેશનું પહેલું એરપોર્ટ કયું હશે ? સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ટોચના 10 પ્રશ્નો અને તેના જવાબો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">