AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુઝરે અનન્યા પાંડેને પૂછ્યું કે તમે લગ્ન કેમ નથી કરતા? અભિનેત્રી પોતે ચોંકી ગઈ અને આપ્યો આવો જવાબ

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ પોતાની ટૂંકી કારકિર્દીમાં ફેન્સના દિલમાં ઘર કરી લીધું છે. અનન્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર ફોટા અને વિડીયો શેર કરે છે.

યુઝરે અનન્યા પાંડેને પૂછ્યું કે તમે લગ્ન કેમ નથી કરતા? અભિનેત્રી પોતે ચોંકી ગઈ અને આપ્યો આવો જવાબ
The user asked Ananya Pandey why you are not getting married, The actress gave this answer
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 9:22 AM
Share

બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન (arbaaz khan) ફરી એકવાર પોતાના ટોક શોને લઈને ચાહકો સામે આવ્યા છે. અરબાઝ આ દિવસોમાં તેના શો પિંચ 2 (Pinch 2) ને લઈને ચર્ચામાં છે. અરબાઝનો આ એક સેલિબ્રિટી ચેટ શો છે, જેમાં બોલિવૂડ સેલેબ્સ મહેમાન બને છે. આ શોમાં સેલેબ્સ સોશિયલ મીડિયામાં ટ્રોલના શબ્દોનો ખુલ્લેઆમ જવાબ આપે છે. હવે અનન્યા પાંડેએ (ananya pandey) તાજેતરમાં અરબાઝના શોમાં ભાગ લીધો છે.

અરબાઝ ખાન આ શોમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર થયેલી કેટલીક ખાસ કોમેન્ટ્સ ઉપાડે છે, અને સેલેબ્સને તેના વિશે જવાબો પૂછે છે. આ વખતે અનન્યા પાંડે શોમાં મહેમાન બની છે. આ દરમિયાન અનન્યાએ બિન્દાસ્ત થઈને જવાબ આપ્યા છે.

જાણો અનન્યાએ લગ્ન પર શું કહ્યું

અનન્યા પર એક ટ્રોલની ટિપ્પણી કેલી છે કે, અનન્યાના ઉચ્ચાર સાંભળીને તેના કાનમાંથી લોહી નીકળે છે. આના પર અનન્યા પોતાની શૈલીમાં જવાબ આપે છે અને કહે છે કે હું ખૂબ દુ:ખી છું, હું તમારા માટે ટીશ્યુ મોકલું છું. આ પછી, અરબાઝ ખાને ખુદ આગળની કોમેન્ટ વાંચી, જેમાં લખ્યું છે સ્ટ્રગલિંગ દીદી કી જય હો. આના પર અનન્યા આશ્ચર્યમાં પૂછે છે કે લોકો તેને સ્ટ્રગલિંગ દીદી કેમ કહે છે, આ ખૂબ રમુજી છે.

અનન્યા પ્રોમોમાં કહેતી જોવા મળે છે કે જ્યારે કોઈમાં આટલી નફરત હોય, એટલું ઝેર હોય, તો તેનો જવાબ પ્રેમ હોવો જોઈએ. અભિનેત્રીએ એક ટિપ્પણીમાં વાંચ્યું જેમાં તેને નકલી પાંડે કહેવામ આવી હતી. જેના જવાબમાં તે કહે છે કે તમે મારા વિશે બધી બાબતો જાણતા નથી, પરંતુ હું બિલકુલ આર્ટીફીશીયલ નથી, હું 100% આવી જ છું. એકે અનન્યાને પૂછ્યું કે તે લગ્ન કેમ નથી કરી રહી, આના પર અભિનેત્રી ચોંકીને કહે છે – 30 વર્ષની થઉં ત્યારે પૂછજો, અત્યારે નહીં.

તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે, અનન્યાએ બોલીવુડમાં કરણ જોહરની નિર્મિત ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે પતિ પત્નિ ઔર વો અને ખાલી પીલીમાં જોવા મળી હતી. હવે અનન્યા ટૂંક સમયમાં શકુન બત્રાની એક ફિલ્મ અનેમાં દેવરકોંડા સાથે જોવા મળશે.

આ પણ વાંચો: આ દેશની ઉડાન માટે તૈયાર સલમાન-કેટરીના, જાણો ટાઈગર 3 નું શૂટિંગ થશે ક્યાં-ક્યાં

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલાથી બોલિવૂડ સેલેબ્સ દુઃખી, જાણો રિયાથી લઈને કંગના સુધીની પ્રતિક્રિયા

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">