Rocky Aur Rani Ki Prem Kahani Trailer: પ્રેમ અને પરિવાર વચ્ચે ફસાયેલા રોકી અને રાની, ટ્રેલર પેટ પકડી હસાવશે

Rocky Aur Rani Kii Prem Kahaani Trailer : બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને આલિયા ભટ્ટ ફરી એકવાર તેમની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' દ્વારા ચાહકોની વચ્ચે આવવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

Rocky Aur Rani Ki Prem Kahani Trailer: પ્રેમ અને પરિવાર વચ્ચે ફસાયેલા રોકી અને રાની, ટ્રેલર પેટ પકડી હસાવશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 4:03 PM

Rocky Aur Rani Kii Prem Kahaani Trailer : બોલિવૂડનું હિટ કપલ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ તેમની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની‘ માટે સતત ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા કરણ જોહર ફરી એકવાર પરિવાર અને પ્રેમની સ્ટોરીને પડદા પર લાવી રહ્યો છે. ગત દિવસે કરણ જોહરે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ના ટ્રેલર વિશે માહિતી શેર કરી હતી.

રણવીરનો બિન્દાસ અવતાર જોવા મળ્યો

હવે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મમાં એક સાથે અનેક મોટા સ્ટાર જોવા મળી રહ્યા છે, પ્રેમ અને પરિવાર પર બનેલી આ ફિલ્મનું ટ્રેલર ખુબ મજેદાર લાગી રહ્યું છે. રણવીરનો બિન્દાસ અવતાર જોવા મળી રહ્યો છે રણવીરે આવું પાત્ર કોઈ ફિલ્મમાં નિભાવ્યું નથી. તો આલિયા ભટ્ટનો પણ આ ફિલ્મમાં અનોખો પ્રભાવ જોવા મળી રહ્યો છે માતા બન્યા બાદ આલિયાની આ પ્રથમ ફિલ્મ હશે જે મોટા પડદા પર જોવા મળી રહી છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

આ પણ વાંચો : Barso re Song Lyrics : શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલુ બરસો રે સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

ફિલ્મનું ટ્રેલર અપેક્ષા કરતા ઘણું સારું જોવા મળી રહ્યું છે. આ ફિલ્મનું પ્રથમ ગીત તુમ ક્યા મિલે આયા થા. તેને જોઈને લાગતું હતું કે ફિલ્મમાં બંને વચ્ચે જબરદસ્ત પ્રેમ જોવા મળશે. પરંતુ ટ્રેલરની શરૂઆત રણવીર અને આલિયા વચ્ચેની લડાઈથી થાય છે. જ્યાં આલિયા પોતાના મનની વાત કહેવા માટે રણવીરનું મોં પણ બંધ કરી દે છે.

આખી ફિલ્મની સ્ટોરી પ્રેમ અને પરિવાર પર આધારિત છે. બે અલગ અલગ પરિવારો જેમના બાળકો એકબીજાને પ્રેમ કરે છે. પરંતુ બંને એકબીજાના પરિવારને સમજવા માટે પડકાર લે છે. સ્ટોરીમાં રણવીરના કેટલાક ડાયલોગ્સ ખૂબ જ ફની છે જે તમને હસાવવા માટે મજબુર કરશે. બીજી તરફ ટ્રેલરમાં જયા બચ્ચન રોકી અને રાનીની લવસ્ટોરીમાં પહાડ બનતી જોવા મળી રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">