AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chris Pratt: ‘ધ ટર્મિનલ લિસ્ટ’ ફેમ ક્રિસ પટ્ટને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કરવી છે એક્શન ફિલ્મ, કહ્યું- જ્યારે હું શૂટિંગ કરવા ભારત આવું ત્યારે સાથે મળીને…

ક્રિસ પ્રેટ (Chriss Pratt) સાથે મળીને બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઘણી વાતો કરી. આ વાતચીત દરમિયાન હોલીવુડ એક્ટરે એમ પણ કહ્યું કે તે ભારત આવીને સિદ્ધાર્થ સાથે એક એક્શન ફિલ્મ કરવા માંગે છે.

Chris Pratt: 'ધ ટર્મિનલ લિસ્ટ' ફેમ ક્રિસ પટ્ટને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કરવી છે એક્શન ફિલ્મ, કહ્યું- જ્યારે હું શૂટિંગ કરવા ભારત આવું ત્યારે સાથે મળીને...
sidharth-malhotra-chriss-pratt
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 8:39 PM
Share

હોલિવૂડના જાણીતા એક્ટર ક્રિસ પ્રેટ (Chriss Pratt) અને બોલિવૂડના હાર્ટથ્રોબ સિદ્ધાર્થ મલ્હોત્રામાં (Sidharth malhotra) ઘણી બાબતો એક સમાન છે. બંનેને ભારતીય જમવાનું ગમે છે, બંને સંપૂર્ણપણે ફિટનેસના દિવાના છે અને બંનેએ સ્ક્રીન પર સશસ્ત્ર દળોના ઓફિશરની ભૂમિકા ભજવી છે. આ વીકએન્ડની એમેઝોન ઓરિજિનલ સિરીઝ ‘ધ ટર્મિનલ લિસ્ટ’ના લોન્ચ સમયે બે પ્રખ્યાત ફિલ્મ અભિનેતાઓ વચ્ચે ખાસ વાતચીત થઈ હતી. સિદ્ધાર્થે એમેઝોન ઓરિજિનલ “શેરશાહ” માં કારગિલ યુદ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રા (પરમ વીર ચક્ર) ની ભૂમિકા ભજવી હતી, જ્યારે ક્રિસ પ્રેટ “ધ ટર્મિનલ લિસ્ટ” માં યુએસ નેવી સીલ જેમ્સ રીસની ભૂમિકા ભજવી રહ્યા છે.

અહીં જોવો સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્રિસ પ્રેટનો વીડિયો

ભારત આવશે હોલીવુડ એક્ટર ક્રિસ પ્રેટ

દર્શકો આ વીડિયોમાં સિદ્ધાર્થ અને ક્રિસ વચ્ચેની મજેદાર ફૂડ-ગેસિંગ ગેમ પણ જોઈ શકે છે, જેમાં હોલીવુડ અભિનેતા ચિકન 65 અને ભેજા ફ્રાય જેવી ભારતીય વાનગીઓને નામ આપવાની કોશિશ કરે છે. ક્રિસે ખૂબ જ મજેદાર રીતે ચિકન 65નું નામ આપવાની કોશિશ કરી, જેને જોઈને સિદ્ધાર્થ ખૂબ જ હસ્યો અને તેણે આ ફૂડનું ક્રિસનું વર્ઝન બતાવવાની માંગ કરી હતી. આ પછી ખાણી-પીણીની વસ્તુઓથી મળનારી ખુશીની વાતચીત થઈ હતી અને ક્રિસે માન્યું કે ભારતીય ખોરાક જોઈને તેના માટે સંયમ રાખવાનું મુશ્કેલ બનાવે છે. પ્રેટે આ સમય દરમિયાન સિદ્ધાર્થ સાથે એક્શન ફિલ્મ શૂટિંગ માટે ભારત આવવા અને તેની સાથે “બ્રેઈન ફ્રાય” કરવાનો પ્રયાસ કરવા માટેનો વાદો કર્યો છે.

નેવી ઓફિસરના રોલમાં જોવા મળશે ક્રિસ પ્રેટ

બંને કલાકારો વચ્ચે વાતચીતની શરૂઆતમાં સિદ્ધાર્થ કહે છે કે તે ક્રિસને આ રીતે સીરિયસ રોલમાં જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત છે. સિદ્ધાર્થ કહે છે, “તમને આ પ્રકારનું પાત્ર ભજવતા જોઈને મને ખૂબ જ હેરાની થઈ છે. ટ્રેલર જોતી વખતે હું વિચારી રહ્યો હતો કે તમે દર્શકોને હસવા વાળી કોઈ ને કોઈ વાત જરૂર કરશો. સિદ્ધાર્થના વખાણ કરતાં ક્રિસે કહ્યું કે તે જરૂર તેની સાથે એક્શન ફિલ્મમાં કામ કરવાનું પસંદ કરશે.

એકદમ અલગ રોલમાં જોવા મળશે હોલિવૂડ એક્ટર

ક્રિસ પણ સિદ્ધાર્થ સાથે સહમત જણાય છે અને તેણે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે “તમે બિલકુલ સાચા છો, કારણ કે એક દર્શક તરીકે તમે મારી કોઈપણ ફિલ્મમાં હસી, મજાક અથવા મૂર્ખ વસ્તુઓ કરતો જોવા માંગતા હશો. પરંતુ “ધ ટર્મિનલ લિસ્ટ” આવી કોઈ ફિલ્મ નથી અને તમને આ ફિલ્મની શરૂઆતમાં એટલે કે આ સિરીઝના પાઇલટ એપિસોડમાં જ આ વાતનો અહેસાસ થઈ જશે.

બંને અભિનેતાએ આર્મ્ડ ફોર્સ ઓફિસરની ભૂમિકા અને તેને વાસ્તવિક બનાવવા માટે કાસ્ટ ક્રૂની જવાબદારી વિશે પણ વાતચીત કરી હતી. જ્યારે ક્રિસ એક્શન સ્ટાર તરીકે સિદ્ધાર્થના કદ-કાઠીના વખાણ કર્યા હતા, ત્યારે સિદ્ધાર્થે કારગિલ યુદ્ધના નાયકની ભૂમિકા વિશે વાત કરી હતી અને તેના પાત્રને અસલી નાયક તરીકે પડદા પર દર્શાવીને તેણે ભારતના કેટલાક દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. શો માટે તેની તૈયારી વિશે વિસ્તૃત રીતે ક્રિસે પાઈલોટ એપિસોડની શરૂઆતની સિક્વેન્શ વિશે વાત કરી, જેણે દર્શકોને “ધ ટર્મિનલ લિસ્ટ” ના સસ્પેન્સને જાણવાની ઇચ્છામાં વધારો કરે છે.

ક્રિસે કહ્યું, “મૂળ લેખક, જેક કાર,નેવી સીલના ભૂતપૂર્વ ઓફિસર જે સમાન લડાઈમાં સામેલ હતા, તેમણે એક સૈનિક વિશે આ રસપ્રદ વાર્તા બનાવી છે. તેથી, અમે સીરિયામાં સુરંગોની શ્રેણીની અંદર યુદ્ધમાં અમારા માણસોને ભૂમિકા ભજવવા માટે નેવી સીલના ભૂતપૂર્વ અધિકારીઓને કાસ્ટ કર્યા છે. જેને પહેલા એપિસોડમાં બતાવવામાં આવ્યું છે. અભિનયની રીતભાત અને ઘોંઘાટ સિવાય બીજું કંઈ શીખવવાની જરૂર ન હતી, જેમ કે કેવી રીતે યોગ્ય ઊભા રહીને કેવી રીતે અભિનય કરવો કેમેરો ક્યાં રાખવામાં આવે.”

શૂટિંગ દરમિયાન ‘ફાર્ટ બ્રેક’ લેતો હતો ક્રિસ

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે વાતચીત દરમિયાન તેણે ક્રિસને એક ફની વાત પૂછી હતી. તેણે પૂછ્યું કે શું તે “ધ ટર્મિનલ લિસ્ટ” ના શૂટિંગ દરમિયાન ફાર્ટ બ્રેક લેતો હતો? ક્રિસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ‘ફાર્ટ બ્રેક’ લઈ રહ્યો છે. ક્રિસે કહ્યું કે મારા જન્મદિવસના દિવસે મારી પત્નીએ મારા માટે કેટલીક કૂકીઝ બનાવી હતી અને તેના કારણે મારે શૂટિંગ દરમિયાન ફાર્ટ બ્રેક લેવો પડ્યો હતો, પરંતુ સિદ્ધાર્થે ક્રિસને કહ્યું હતું કે હું પણ આ કરવાની કોશિશ કરીશ, પરંતુ ઘણા લોકો આપણો દેશ એવું થાય છે કે હું બહાર જાઉં તો પણ ત્યાં 100 લોકો મળી જાય. જ્યારે ક્રિસે આ સાંભળ્યું, ત્યારે તેણે કહ્યું કે આ તો વધુ સારું છે, તમે બીજાને દોષી ઠેરવી શકો છો.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">