The Kerala Story: ‘ધ કેરલ સ્ટોરી’એ કરી બમ્પર કમાણી, જાણો સોમવારનું કલેક્શન
The Kerala Story Day 4 Collection: સાઉથની વિવાદાસ્પદ ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. મર્યાદિત સ્ક્રીન્સ પર રિલીઝ અને ઘણી જગ્યાએ ફિલ્મનો બહિષ્કાર હોવા છતાં, સોમવારે કેરલ સ્ટોરીનું કલેક્શન શાનદાર રહ્યું.
અદા શર્માની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી‘ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મને લઈને જેટલો વિવાદ થશે તેટલો જ વધુ ફાયદો ફિલ્મને મળી રહ્યો છે. કેરલ સ્ટોરી મર્યાદિત સ્ક્રીન પર રિલીઝ થયા પછી પણ, ફિલ્મ સારી કમાણી કરી રહી છે. સપ્તાહના અંતે ફિલ્મની કમાણીમાં 30 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. પ્રથમ રિલીઝના દિવસે એટલે કે સોમવારે, ફિલ્મે શાનદાર કલેક્શન કર્યું હતું. ધ કેરલ સ્ટોરીનો પહેલો વીકએન્ડ 35.25 કરોડના કલેક્શન સાથે શાનદાર રહ્યો હતો.
પ્રથમ દિવસનું કલેક્શન કાશ્મીર ફાઇલ્સ કરતાં સારું
કેરલ સ્ટોરીને સાઉથ પબ્લિસિટીનો ઘણો ફાયદો મળી રહ્યો છે. ફિલ્મની કમાણી જોતા એવું લાગે છે કે ધ કેરલ સ્ટોરી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સના રસ્તે ચાલી રહી છે. જોકે કેરલ સ્ટોરીનું પ્રથમ દિવસનું કલેક્શન કાશ્મીર ફાઇલ્સ કરતાં ઘણું સારું હતું.
View this post on Instagram
સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત કેરલ સ્ટોરીએ સોમવારે 15 કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મના કુલ કલેક્શનની વાત કરીએ તો તે 4 દિવસમાં 46 કરોડથી વધુની કમાણી કરવામાં સફળ રહી છે. આ ફિલ્મ મહારાષ્ટ્ર અને કેરલમાં સારો બિઝનેસ કરી રહી છે. જોકે આ રાજ્યોમાં આ ફિલ્મ મર્યાદિત સિનેમાઘરોમાં જ રિલીઝ થઈ છે. આમ છતાં ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
View this post on Instagram
રિપોર્ટ અનુસાર, ધ કેરલ સ્ટોરીની કુલ કમાણી 100 થી 200 કરોડને પાર કરી શકે છે. જો કે હજુ પણ ફિલ્મે તેની કિંમત કરતા વધુ કમાણી કરી છે. ફિલ્મનું કુલ બજેટ 35 થી 40 કરોડની વચ્ચે હોવાનું કહેવાય છે, જે 4 દિવસમાં રિકવર થઈ ગયું છે.
ધ કેરલ સ્ટોરીમાં અદા શર્માની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં કેરલની 3 છોકરીઓની સ્ટોરી દર્શાવવામાં આવી છે, જેમને ઇસ્લામ કબૂલ કરવા માટે પહેલા બ્રેઈનવોશ કરવામાં આવે છે, પછી બ્લેકમેલ કરીને બળજબરીથી ISISમાં સામેલ કરવામાં આવે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા આંકડા અને ફિલ્મની સ્ટોરીને લઈને કેરલ સહિત ઘણા રાજ્યોમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…