The Kerala Storyની આસિફાને રિયલ લાઈફમાં નહીં ઓળખી શકો, લાગે છે એકદમ ગ્લેમરસ, આ ટીવી શોથી થઈ પોપ્યુલર
The Kerala Story: ધ કેરલા સ્ટોરીમાં આસિફાનો રોલ કરનારી સોનિયા બિલાની (Sonia Balani) વાસ્તવિક જીવનમાં સ્ક્રીનથી સાવ અલગ છે. તેણે ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેણે ફિલ્મોમાં ઘણી ઓળખ બનાવી છે.

The Kerala Story Sonia Balani: સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરલા સ્ટોરી આ દિવસોમાં ચર્ચામાં છે. વિવાદો વચ્ચે આ ફિલ્મ 5 મેના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મમાં અદા શર્મા લીડ રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે એક્ટ્રેસ સોનિયા બિલાની (Sonia Balani) છે , જેણે આ ફિલ્મમાં આસિફાનો રોલ કર્યો છે.
આસિફા આ ફિલ્મમાં અદા શર્મા સાથે કોલેજમાં અભ્યાસ કરે છે. સાથે જ તેમનો હેતુ અન્ય ધર્મની છોકરીઓનું બ્રેઈનવોશ કરીને તેમને ઈસ્લામમાં લાવવાનો અને પછી આઈએસઆઈએસમાં જોડાવવાનો છે. આખી ફિલ્મમાં આસિફાને સિમ્પલ લુકમાં અને હંમેશા હિજાબમાં બતાવવામાં આવી છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ સ્ક્રીનથી સાવ અલગ છે.
View this post on Instagram
ટીવીથી શરૂ કર્યું હતું પોતાનું કરિયર
સોનિયા બિલાનીએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. અત્યાર સુધી તે તુ મેરા હીરો, બડે અચ્છે લગતે હૈ જેવી ટીવી સિરિયલોમાં જોવા મળી છે. તેને તેની અસલી ઓળખ ડિટેક્ટીવ દીદી શોથી મળી હતી. તે આ શોથી પોપ્યુલર બની હતી.
View this post on Instagram
આ ફિલ્મથી કર્યું હતું બોલિવુડમાં ડેબ્યૂ
ટીવીથી પોતાની એક્ટિંગ કરિયર શરૂ કર્યા પછી, તેણે વર્ષ 2016માં ફિલ્મ તુમ બિન 2 થી તેની બોલિવુડ સફરની શરૂઆત કરી. વર્ષ 2018માં તે બાઝાર ફિલ્મમાં પણ જોવા મળી હતી. તે હવે ધ કેરલા સ્ટોરીમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી છે. તમને જણાવી દઈએ કે ધ કેરલા સ્ટોરી ની આસિફા રિયલ લાઈફ માં ફિલ્મ થી એકદમ અલગ દેખાય છે.
View this post on Instagram
આ પણ વાંચો : જેનેલિયા ડિસોઝા સાથે રિયાન અને રાહિલે હાથ જોડીને પાપારાઝીને કર્યું નમસ્તે, ફેન્સે કર્યા બાળકોના વખાણ, જુઓ Video
View this post on Instagram
ખૂબ જ ગ્લેમરસ છે સોનિયા બિલાની
સોનિયા રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે. તેની તસવીરો જોઈને તમે પહેલી નજરે ઓળખી શકશો નહીં કે તે ધ કેરલા સ્ટોરીની આસિફા છે. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આસિફા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તમે તેના આ ફોટામાં જોઈ શકો છો કે તે ખૂબ જ સુંદર છે. એક્ટ્રેસ હોવા સિવાય તે એક ડાન્સર પણ છે. તેમજ તે ફિટનેસ ફ્રીક છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…