The Kashmir Files: તેલુગુ નિર્માતા અભિષેક અગ્રવાલની (Abhishek Agarwal) પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) તરફથી પ્રશંસા મળી છે તે ખૂબ જ ગર્વની વાત છે. જી હા, વડાપ્રધાને ફિલ્મ નિર્માતાઓને (Film Makers) કાશ્મીર બળવા દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરત પર ફિલ્મ બનાવવાની હિંમત કરવા બદલ પ્રશંશા કરી છે.
PM મોદી સાથેની મુલાકાત દરમિયાન વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) અને અભિષેક સાથે અભિનેત્રી પલ્લવી જોશી પણ જોવા મળી હતી.નિર્માતા અભિષેક અગ્રવાલે તેમનો આભાર વ્યક્ત કર્યો અને વડાપ્રધાનનું અભિવાદન કર્યું. બીજી તરફ, UNIMA રિપોર્ટ અનુસાર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ લાંબા સમયથી ચર્ચામાં છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો અને વિવેચકો બંને તરફથી પ્રશંસા મળી રહી છે. હવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફિલ્મની પ્રશંશા કરી છે.ફિલ્મ મેકર્સ વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાનની કેટલીક તસવીરો પણ ટ્વિટર પર શેયર કરી છે. સાથે કેપ્શનમાં લખ્યુ, “આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આનંદ થયો. જે બાબત તેને વધુ વિશેષ બનાવે છે તે છે #TheKashmirFiles વિશે તેમની પ્રશંસા.મોદીજી તમારો આભાર.”
It was a pleasure to meet our Hon’ble Prime Minister Shri. Narendra Modi Ji.
What makes it more special is his appreciation and noble words about #TheKashmirFiles.
We’ve never been prouder to produce a film.
Thank you Modi Ji 🙏 @narendramodi @vivekagnihotri #ModiBlessedTKF 🛶 pic.twitter.com/H91njQM479— Abhishek Agarwal🇮🇳 (@AbhishekOfficl) March 12, 2022
તમને જણાવી દઈએ કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર પણ શાનદાર બિઝનેસ(Box Office Collection) કરી રહી છે. પ્રથમ દિવસે ફિલ્મે લગભગ 3.25થી 3.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને પ્રભાસ અને પૂજા હેગડેની રાધે શ્યામને ટક્કર આપી હતી. આ સાથે ફિલ્મે ચંદીગઢ કરે આશિકી, બધાઈ દો, બંટી ઔર બબલી 2, સત્યમેવ જયતે 2, બેલ બોટમને પણ મ્હાત આપી છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’માં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમારની જબરદસ્ત એક્ટિંગ જોવા મળી રહી છે.આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની હિજરતની કહાનીને ખૂબ જ હૃદયસ્પર્શી દ્રશ્યો સાથે દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો : Runway 34 Motion Poster: અજય દેવગણ અને અમિતાભ બચ્ચનની ફિલ્મનું મોશન પોસ્ટર આવ્યું સામે