રાહ થઈ પૂરી, આવી ગયું Thalapathy Vijayની નવી ફિલ્મનું ટાઈટલ, પ્રોમોમાં છવાયો સુપરસ્ટાર્સ

|

Feb 04, 2023 | 1:58 PM

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયની આગામી ફિલ્મનું ટાઈટલ અને પ્રોમો રિલીઝ થઈ ગયું છે. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. વિજયની સ્ટાઈલ પણ ઘણી અનોખી છે અને તેનું ટીઝર આશાસ્પદ લાગી રહ્યું છે.

રાહ થઈ પૂરી, આવી ગયું Thalapathy Vijayની નવી ફિલ્મનું ટાઈટલ, પ્રોમોમાં છવાયો સુપરસ્ટાર્સ
Thalapathy Vijay

Follow us on

Thalapathy Vijay Next Movie Title : સાઉથના સુપરસ્ટાર વિજય થલાપતીનો એક અલગ જ ચાર્મ છે. જો કે તેના ચાહકો આખી દુનિયામાં છે, પરંતુ સાઉથમાં પણ તેનો જબરો ક્રેઝ છે. ચાહકો હંમેશા તેની ફિલ્મોની રાહ જોતા હોય છે. અભિનેતાની આગામી ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતી, જેને થલાપતી વિજય 67 કહેવામાં આવી રહી હતી પરંતુ હવે આ ફિલ્મનું ટાઇટલ જાહેર કરવામાં આવ્યું છે. થલાપતીની આગામી ફિલ્મનું નામ લીઓ છે અને આ ફિલ્મનું નિર્દેશન લોકેશ કનાગરાજ કરશે, જેમણે કમલ હાસન સાથે વિજય મૂવી બનાવી હતી.

આ  પણ વાંચો : થલાપતિ વિજય લગ્નના 23 વર્ષ પછી લઈ રહ્યા છે છુટાછેડા? શા માટે લગાડવામાં આવી રહી છે અટકળો? જાણો સત્ય

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ફિલ્મનું ટાઈટલ શેર કરવાની સાથે ડિરેક્ટર લોકેશે પ્રોમો પણ ટ્વિટર પર શેર કર્યો છે. ફિલ્મનું પૂરું શીર્ષક ‘બ્લડી સ્વીટ – લિયો’ છે. ત્યારથી ચાહકો તેમના આ નવા પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હતા. ટીઝરમાં જોઈ શકાય છે કે વિજય ખતરનાક લુકમાં જોવા મળી રહ્યો છે અને તે તલવાર બનાવી રહ્યો છે.

ટીઝરને જોઈને અનુમાન લગાવી શકાય છે કે ફેન્સને સસ્પેન્સ સાથે જબરદસ્ત એક્શન જોવા મળશે. ટીઝરમાં એક સીન છે જેમાં વિજય તેની તલવારને ચોકલેટમાં ડુબાડીને તેને બહાર કાઢે છે અને તેનો સ્વાદ ચાખે છે. હવે આ સ્ટાઈલ પરથી તમે તેના પાત્રની તીવ્રતાનો અંદાજ લગાવી શકો છો.

વિજયની આ ફિલ્મ લોકેશ કનાગરાજ દ્વારા બનાવવામાં આવી રહી છે. જેમણે અગાઉ કમલ હસન સાથે ‘વિક્રમ’ બનાવી હતી. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને બોક્સ ઓફિસ પર પણ જબરદસ્ત જલવો જોવા મળ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મે 400 કરોડથી વધુની કમાણી કરી છે. OTT પર પણ લોકોએ તેને ઘણી જોઈ છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે વિજય સાથે મળીને લોકેશ શું કમાલ કરે છે?

વિજયની છેલ્લી ફિલ્મે મચાવી હતી ધૂમ

બીજી તરફ થલાપતી વિજયની અગાઉની ફિલ્મ વારિસુ વિશે વાત કરીએ તો આ મૂવીએ વિશ્વભરમાં 250 કરોડથી વધુની કમાણી કરી હતી અને તેની કરિયરની અત્યાર સુધીની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ હતી. આમાં તેની સામે રશ્મિકા મંદન્ના જોવા મળી હતી.

Next Article