AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee Reacts On Mitali Raj: મિતાલી રાજની નિવૃત્તિ પર તાપસી પન્નુનું નિવેદન, કહ્યું- તે લિજેન્ડ છે

'શાબાશ મિથુ' આ વર્ષે 15 જુલાઈ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન શ્રીજીત મુખર્જી દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રિયા એવન દ્વારા લખવામાં આવી છે જે મિતાલી દોરાઈ રાજના (Mithali Raj) જીવન પર આધારિત છે.

Taapsee Reacts On Mitali Raj: મિતાલી રાજની નિવૃત્તિ પર તાપસી પન્નુનું નિવેદન, કહ્યું- તે લિજેન્ડ છે
Taapsee Pannu And Mithali RajImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 5:42 PM
Share

હાલમાં જ મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj) નિવૃત્તિની જાહેરાત કરી છે. તે તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહી છે. બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu), જે મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મિથુ’માં (Shabaash Mithu) લીડ રોલમાં જોવા મળશે. તેણે મિતાલીની નિવૃત્તિ પર નિવેદન આપ્યું છે. તેણે મિતાલીની નિવૃત્તિ પર એક ઈમોશનલ નોટ લખી છે અને પોતાની અને મિતાલીની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર પણ શેર કરી છે.

મિતાલી રાજ સાથેની તસવીર શેર કરી

તાપસી પન્નુએ લખ્યું છે કે, ભારતીય ક્રિકેટ ટીમની સૌથી યુવા ODI કેપ્ટન, 4 વર્લ્ડ કપમાં ટીમની કેપ્ટનશિપ કરનાર અને બે વખત ફાઇનલમાં પહોંચનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર, ટેસ્ટ મેચમાં 200 રન બનાવનાર સૌથી યુવા ક્રિકેટર, ડેબ્યૂ ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી. વન-ડેમાં સતત 750 રન બનાવનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર, હસ્ટલથી ગૌરવ સુધીના 23 વર્ષ, કેટલાક વ્યક્તિત્વ અને તેમની સિદ્ધિઓ જેન્ડર એગ્નોસ્ટિક છે, તમે રમત બદલી છે, હવે જીવનની આગામી ઇનિંગ્સમાં વલણ બદલવાનો વારો છે. આપણી કેપ્ટન મિતાલી રાજ હંમેશા માટે ઈતિહાસમાં કોતરાઈ જશે.

તાપસીની લેટેસ્ટ પોસ્ટ અહીં જુઓ

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

પોતાના નિવેદનમાં તાપસીએ કહ્યું, કેટલાક એવા ક્રિકેટરો છે જેમણે પોતાના નામે રેકોર્ડ બનાવ્યા છે. કેટલાક ક્રિકેટર એવા છે જેમની ફેન ફોલોઈંગ સારી છે. કેટલાક એવા ક્રિકેટરો છે જે તમને પ્રેરણા આપે છે અને તમને વિશ્વાસ કરાવે છે કે જો તેઓ કરી શકે છે, તો તમે પણ કરી શકો છો અને તે મિતાલી રાજ છે જેણે આ બધું તેની ક્લાસિક આકર્ષક શૈલીમાં કર્યું છે અને જ્યારે મહિલાઓની હાજરીની વાત આવે છે ત્યારે ક્રિકેટની રમતને બદલી નાખી છે.

મહિલા ક્રિકેટમાં તેમના યોગદાન માટે માત્ર દેશમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં તેમને યાદ કરવામાં આવશે. હું માત્ર એક પ્રશંસક હોવાના કારણે ખૂબ જ ખુશ છું કે હું તેની 23 વર્ષ જૂની સફરને કેમેરાની સામે લાવી શકીશ જેણે મને ઘણું શીખવ્યું પણ છે. તે એક લિજેન્ડ છે જેના માટે આપણે ક્યારેય પૂરતો આભાર માની શકીએ નહીં.

‘શાબાશ મિથુ’ 15 જુલાઈ, 2022ના રોજ રિલીઝ થશે

‘શાબાશ મિથુ’ આ વર્ષે 15 જુલાઈ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન શ્રીજીત મુખર્જી દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રિયા એવન દ્વારા લખવામાં આવી છે જે મિતાલી દોરાઈ રાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં, મિતાલી રાજની 8 વર્ષની ઉંમરથી લઈને તેના સપના પૂરા કરવા સુધીની સફરની વાર્તા બતાવવામાં આવી છે કે તે કેવી રીતે ક્રિકેટની લિજેન્ડ બની.

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">