સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેનનો વીડિયો થયો વાયરલ, માંડ-માંડ પડતા-પડતા બચી

બોલિવૂડ અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તેઓ ઘણીવાર તેમના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકોને પ્રભાવિત કરે છે. અભિનેત્રીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ચાલતી ચાલતી લથડી જાય છે.

સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેનનો વીડિયો થયો વાયરલ, માંડ-માંડ પડતા-પડતા બચી
Sushmita Sen

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) નો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુષ્મિતા સફેદ રંગના થાઈ સ્લિટ ડ્રેસ પહેરેલ જોવા મળી રહી છે. તેમણે આ ડ્રેસ સાથે હાઈ હીલ્સ કેરી કરી છે. અભિનેત્રી એક જવેલરી શોપની બહાર જોવા મળી હતી. દુકાનમાંથી બહાર નીકળતી વખતે, અભિનેત્રીના પગ લથડી જાય છે, તેઓ પડતા પડતા બચે છે. અભિનેત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં અભિનેત્રી જવેલરી સ્ટોરમાંથી બહાર આવતી જોવા મળી રહી છે, જેમાં ચાલતી વખતે તેમના પગમાં એકદમથી ઠોકર લાગે છે અને તેઓ લથડી જાય છે. તેમ છતાં તે પોતાની જાતને સંભાળે છે અને કહે છે અરે બાપ રે, હમણાં જ પડત. વીડિયોમાં દુકાનની બહાર ઉભેલા પાપરાઝી ફોટોગ્રાફર પણ બૂમ પાડે છે. જો કે, બાદમાં અભિનેત્રી પાપરાઝીને તેમના ફોટા આપે છે. આ વીડિયોને Voompla ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)


સુષ્મિતા સેને 10 વર્ષ બાદ ફરી પડદા પર પગ મૂક્યો છે. અભિનેત્રી ગયા વર્ષે ‘આર્ય’ (Aarya) નામની વેબ સિરીઝમાં જોવા મળી હતી. તેમનું કામ દર્શકોને ખૂબ ગમ્યું. થોડા સમય પહેલા આર્યને બેસ્ટ ડ્રામા કેટેગરીમાં એમ્મી નોમિનેશન મળ્યું હતું. આ વેબ સિરીઝની સીઝન 2 ટૂંક સમયમાં આવી શકે છે. સુષ્મિતાએ આર્ય 2 નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

સુષ્મિતા 90 ના દાયકાની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જે પછી તેમણે 2001 માં ફિલ્મોથી બ્રેક લીધો અને લગભગ 10 વર્ષ પછી 2020 માં આર્યથી ડિજિટલ શરૂઆત કરી હતી.

 

 

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47)


અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, તે ઘણીવાર તેમના ફોટા અને વીડિયો શેર કરે છે. તાજેતરમાં જ સુષ્મિતાએ તેમનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સફેદ રંગના સૂટમાં વરસાદમાં ડાન્સ કરતી જોવા મળી હતી. સુષ્મિતા સેન પોતાના અંગત જીવનને લઈને હેડલાઇન્સમાં રહે છે. અભિનેત્રી તેમના કરતા 15 વર્ષ નાના રોહમને ડેટ કરી રહી છે. રોહમન ઘણીવાર સુષ્મિતા અને તેમની બે પુત્રીઓ સાથે જોવા મળે છે. આ સિવાય રોહમન ઘણીવાર સુષ્મિતા સાથે ફરતો જોવા મળે છે.

 

આ પણ વાંચો :- Release Date: સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર ‘અંતિમ’ની રિલીઝ ડેટ થઈ જાહેર, જાણો ક્યારે થિયેટરમાં કરશે ધમાલ

આ પણ વાંચો :- Dharmendraએ અત્યાર સુધી સંભાળી રાખી છે તેમની પહેલી કાર ફિયાટ, જાણો તેમણે કેટલામાં ખરીદી હતી આ કાર

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati