Sushmita Sen Vacations: સુષ્મિતા સેન પુત્રી સાથે માલદીવમાં માણી રહી છે વેકેશન, ચાહકોએ કહ્યું ક્વિન ક્વિન જ રહે છે

|

Jun 23, 2022 | 5:13 PM

તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેને હાલમાં જ એક વીડિયો સોશિયલ પર શેયર કર્યો છે. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સુષ્મિતા સેન માલદીવના પુલમાં એન્જોય કરી રહી છે.

Sushmita Sen Vacations: સુષ્મિતા સેન પુત્રી સાથે માલદીવમાં માણી રહી છે વેકેશન, ચાહકોએ કહ્યું ક્વિન ક્વિન જ રહે છે
સુષ્મિતા સેન પુત્રી સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે, પૂલમાં જોવા મળ્યો ગ્લેમરસ અવતાર
Image Credit source: instagram

Follow us on

Sushmita Sen Vacations: બોલિવુડ અભિનેતા સુષ્મિતા સેન હાલમાં માલદિવમાં વેકેશન (Sushmita Sen Maldives Vacation) મનાવી રહી છે, સુષ્મિતા સેન તેની પુત્રી રેને ( renee sen)ની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે, સુષ્મિતા સેને પોતાના વેકેશનના ફોટો ઈન્સ્ટ્રાગ્રામ અકાઉન્ટ પર શેયર કર્યા છે, જેમાં અભિનેત્રી ખુબ સુંદર લાગી રહી છે આટલું જ નહીં સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ (instagram) પર વેકેશનનો વીડિયો પણ શેયર કર્યો છે, જેમાં રિસોર્ટમાં તેના રુમની અંદરથી લઈ બહાર પુલનો સુંદર નજારો છે, આ વીડિયો જોઈ ફેન્સ ખુબ વખાણ કરી રહ્યા છે

સુષ્મિતા સેને સ્વિમિંગ પુલનો વીડિયો શેયર કર્યો

તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેને હાલમાં જ એક વીડિયો સોશિયલ પર શેયર કર્યો છે. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સુષ્મિતા સેન માલદીવના પુલમાં એન્જોય કરી રહી છે. સુષ્મિતા સેનનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે ડ્રોનની મદદથી સુષ્મિતા આ ખુબસુરત આયરલેન્ડને બતાવી રહી છે. સુષ્મિતાના આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, ક્વિન ક્વિન જે રહે છે અન્યે કહ્યું પરફેક્ટ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

 

પોસ્ટ શેયર કરી સુષ્મિતાએ કેપ્શન આપ્યું

સુષ્મિતા સેને આ વીડિયોને શેયર કરતા કેપ્શન આપ્યું છે, હું તમને જણાવવા માંગુ છુ કે તુ મારી જીંદગીનો પ્રેમ છો આઈ લવ યુ મિત્રો #happyvibes #peace #yourstruly #duggadugga.’ આ પહેલા સુષ્મિતા સેન આ જ રિસોર્ટનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં સ્વિમિંગ પુલ પર બ્લેક મોનોકિનીમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં સુષ્મિતા ખુબ જ સુંદર લાગી રહી છે.

સુષ્મિતાના ખૂબ વખાણ થઈ રહ્યા છે

હાલમાં જ અભિનેત્રી સુષ્મિતા સેનનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જ્યારે સુષ્મિતા સેન પોતાની કારમાં બેસવા જઈ રહી છે, તે જ સમયે તેનો એક ચાહક તેને કહે છે, મારી પત્ની તમને મળવાની છે. આ સાંભળીને સુષ્મિતા ત્યાં જ અટકી જાય છે અને પછી કહે છે, જ્યારે તમે લોકો અમને મળવા આવો ત્યારે તેને લઈ આવજો, અમે મળીશું. સુષ્મિતાના આ વીડિયોએ ચાહકોનું દિલ જીતી લીધું છે.

Next Article