સુષ્મિતા સેને આજે વર્ષો જૂની આ શાનદાર પળ કરી છે યાદ

સુષ્મિતા સેને આજે વર્ષો જૂની આ શાનદાર પળ કરી છે યાદ
Sushmita Sen Miss Universe Moment (File Photo)

સુષ્મિતા સેને (Sushmita Sen) 1996માં 'દસ્તક'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની દાયકાઓ લાંબી કારકિર્દીમાં, અભિનેત્રીએ 'આંખે', 'બીબી નંબર 1', 'વાસ્તુ શાસ્ત્ર' અને 'મેં હું ના' જેવી હિટ ફિલ્મો રજૂ કરી છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

May 21, 2022 | 11:47 PM

21 મે, 1994, એટલે કે આજથી બરાબર 26 વર્ષ પહેલા ભારતને (India) પહેલી મિસ યુનિવર્સ (Miss Universe) મળી હતી. આ દિવસે બંગાળીઓ જ નહિ, ભારતીયો પણ ખુશ હતા. બંગાળી અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) આ તાજની માલિક છે. આજના દિવસે, 19 વર્ષીય સુષ્મિતાને વિશ્વની સૌથી સુંદર મહિલા તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. સુષ્મિતાએ તેના સોશિયલ મીડિયા પર તેના જીવનની આ સૌથી અગત્યની પળ શેર કરી છે. તેણી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. સુષ્મિતાએ 6 દેશોના સ્પર્ધકો સાથે સ્પર્ધા કર્યા બાદ આ તાજ જીત્યો હતો.

સુષ્મિતાએ 26 વર્ષ પહેલા દેશને ગૌરવ અપાવ્યું હતું

પોતાના ટ્વિટર એકાઉન્ટ પર, શાનદાર લાલ ડ્રેસ પહેરેલી પોતાની તસવીર સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “એક સુંદર લાગણી, ભારતની પ્રતિનિધિ તરીકે પ્રથમ વખત મિસ યુનિવર્સ જીતી હતી. હેપ્પી 26મી એનિવર્સરી!” તેની સુંદરતા વિશે કહેવા માટે શબ્દો પણ ઓછા પડે છે. આગળ જતા, તેણે પોતાની મરજીથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. હવે તેણી ‘આરિયા’ના રૂપમાં OTT પ્લેટફોર્મ પર કમબેક કરી રહી છે. સિંગલ મધર તરીકે, તેણી આજે 2 દીકરીઓની માતા છે.

અભિનેત્રીની સફળતા દરેકને પ્રેરણા આપે છે

મિસ યુનિવર્સ સુષ્મિતા સેનની જિંદગી હંમેશા ફૂલોથી ભરેલી ના હતી. તેણીએ અનેક મુશ્કેલીઓનો સામનો મિસ યુનિવર્સ બનતા પૂર્વે કર્યો હતો. અભિનેત્રીએ તાજેતરમાં તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે ખુલાસો કર્યો છે. જો કે, તેણી સોશિયલ મીડિયા પર આજે પણ ખૂબ જ લોકપ્રિય છે.

સુષ્મિતાએ હંમેશા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લિંગ અસમાનતા સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. સુષ્મિતાએ 1998માં ‘દસ્તક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની દાયકાઓ લાંબી કારકિર્દીમાં, અભિનેત્રીએ દર્શકોને ‘આંખે’, ‘બીબી નંબર 1’, ‘વાસ્તુ શાસ્ત્ર’ અને ‘મેં હું ના’ જેવી હિટ ફિલ્મો આપી છે. લાંબા અંતરાલ પછી, તેણીએ ‘Aria’ વેબ સિરીઝથી હવે OTT પ્લેટફોર્મ પર પણ ડેબ્યૂ કર્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati