રણબીર કપૂરના રામ બનવા પર ‘લક્ષ્મણ’એ ઉઠાવ્યા સવાલ, ફરીથી કહી આટલી મોટી વાત!

રણબીર કપૂર નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં ભગવાન રામના રોલમાં જોવા મળશે. સાઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે. સુનીલ લહેરીએ ફિલ્મના કાસ્ટિંગ પર કેટલાક સવાલો ઉઠાવ્યા છે. તેણે તો એમ પણ કહ્યું કે 'એનિમલ' જેવી ફિલ્મ કર્યા પછી શું દર્શકો તેને રામના રોલમાં સ્વીકારશે? તેણે સાઈ પલ્લવીના સીતાના લુક વિશે પણ વાત કરી છે.

રણબીર કપૂરના રામ બનવા પર 'લક્ષ્મણ'એ ઉઠાવ્યા સવાલ, ફરીથી કહી આટલી મોટી વાત!
Sunil Lahri
Follow Us:
| Updated on: Jun 19, 2024 | 9:37 AM

નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે. તેના કાસ્ટિંગને લઈને લોકોના અલગ-અલગ મંતવ્યો છે. હાલમાં જ રામાનંદ સાગરની ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવનારા સુનીલ લાહિરીએ પણ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

તેણે રણબીરની ફિલ્મ ‘એનિમલ’નો પણ કર્યો ઉલ્લેખ

એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં સુનીલ લહેરીએ કહ્યું કે, દર્શકો માટે રામના રોલમાં રણબીરને સ્વીકારવો મુશ્કેલ હશે. તેણે આના કારણ વિશે પણ વાત કરી છે. આ દરમિયાન તેણે રણબીરની ફિલ્મ ‘એનિમલ’નો પણ ઉલ્લેખ કર્યો હતો.

સુનીલ લહેરીએ કહ્યું કે, તેણે પોસ્ટર જોયું જેમાં તેને રણબીરનો લુક ખૂબ જ પસંદ આવ્યો. રણબીરના વખાણ કરતાં તેણે કહ્યું, “તેનો દેખાવ સારો છે તેથી તે રામની ભૂમિકામાં સારો દેખાશે. પરંતુ મને ખબર નથી કે કેટલા લોકો તેમને રામની ભૂમિકામાં સ્વીકારી શકશે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

‘એનિમલ’ નો ઉલ્લેખ કરતી વખતે આ કહ્યું

સુનીલ લહેરીના મતે રામના રોલ માટે એવા અભિનેતાને પસંદ કરવો વધુ સારું રહેશે કે, જેની દર્શકોમાં પહેલેથી જ ઈમેજ ન હોય. ‘એનિમલ’નો ઉલ્લેખ કરતા સુનિલે કહ્યું, “મને ખાતરી છે કે તે આ રોલ સાથે ન્યાય કરશે. પરંતુ તમે લોકોની વિચારસરણી બદલી શકતા નથી. તેણે તેના અગાઉના પરફોર્મન્સમાંથી બહાર આવવું પડશે. ખાસ કરીને એનિમલ જેવી ફિલ્મ કર્યા પછી તેને રામના રોલમાં કાસ્ટ કરવો ખૂબ મુશ્કેલ હશે.

સાઈ પલ્લવી વિશે પણ કહી દીધી આવી વાત

આ ફિલ્મમાં સાઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે. આ વિશે વાત કરતાં સુનીલે કહ્યું કે, તે તેની એક્ટિંગ સ્કિલ વિશે નથી જાણતો પરંતુ સુનીલે તેના લુક વિશે વાત કરી છે. લીક થયેલી તસવીરો જોઈને સુનિલને સાઈ પલ્લવીનો લુક વિશ્વાસપાત્ર લાગ્યો ન હતો. તેણે કહ્યું, “સાચું કહું તો મને તેનો દેખાવ ખાસ વિશ્વાસપાત્ર લાગ્યો ન હતો. મારા મનમાં સીતાની એક સુંદર છબી છે, જેનો ચહેરો સંપૂર્ણ લાગે છે અને મને નથી લાગતું કે તેમની પાસે તે પૂર્ણતા છે.”

g clip-path="url(#clip0_868_265)">