નોરા ફતેહીને ડેટ કરવા માંગતો હતો સુકેશ ચંદ્રશેખર, લક્ઝરી કાર-બંગલાની ઓફર કરી

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝનું નામ મની લોન્ડરિંગ કેસમાં સતત ઘેરાઈ રહ્યું છે. 13 જાન્યુઆરીએ નોરાએ કોર્ટમાં પોતાનું નિવેદન આપ્યું હતું.

નોરા ફતેહીને ડેટ કરવા માંગતો હતો સુકેશ ચંદ્રશેખર, લક્ઝરી કાર-બંગલાની ઓફર કરી
નોરા ફતેહીને ડેટ કરવા માંગતો હતો સુકેશ ચંદ્રશેખરImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 9:29 AM

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝનું નામ મની લોન્ડરિંગ કેસમાં સતત ઘેરાઈ રહ્યું છે. બંને અભિનેત્રીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેકલીન અને નોરા સતત ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા આ કેસને લઈને દિલ્હીની પટિયાલા કોર્ટમાં સુનાવણી થઈ હતી. જ્યાં બંને અભિનેત્રીઓએ તેમના નિવેદનો નોંધ્યા હતા. પોતાના નિવેદનમાં નોરાએ કહ્યું છે કે સુકેશે તેને ઘણી લાલચ આપવાનો પ્રયાસ કર્યો હતો.

અભિનેત્રીને એક મોંઘી કાર ઓફર કરી

13 જાન્યુઆરીએ નોરા ફતેહીએ કોર્ટમાં પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ચંદ્રશેખરની પત્ની લીના મારિયાએ તેમને ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બોલાવ્યા હતા. તેણે અભિનેત્રીને ચીફ ગેસ્ટ બનવા કહ્યું. સુકેશની પત્નીએ નોરાને તે ઈવેન્ટમાં ડાન્સ શોને જજ કરવા અને ખાસ બાળકોને ઈનામની રકમ આપવાનું કહ્યું હતું. ઇવેન્ટ પછી, સુકેશ ચંદ્રશેખરે નોરાને ફોન કર્યો અને આભાર ટોકન તરીકે અભિનેત્રીને એક મોંઘી કાર ઓફર કરી હતી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

સુકેશની ઓફર ઠુકરાવી

નોરાના કહેવા પ્રમાણે, તેણે સુકેશની ઓફર ઠુકરાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ તેણે આઈ-ફોન અને ગુજીની લક્ઝરી બેગ તેને આપી દીધી. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે સુકેશે તેને ઘણી લાલચ આપી. સુકેશે તેને તેની તમામ ઇવેન્ટ્સ ફ્રીમાં પ્રમોટ કરવા માટે પણ કહ્યું હતું. સુકેશ તેના સંબંધી બોબી સાથે નોરા સાથે બિઝનેસ અને તેની ફિલ્મો વિશે વાત કરે છે. તેમજ પ્રોજેક્ટ સાઈન કરવા માટે સુકેશે નોરાને સાઈનિંગ ફી તરીકે BMW કાર આપી હતી.

સુકેશ નોરાના આખા જીવનનો ખર્ચ ઉઠાવવા તૈયાર

નોરાએ વધુમાં કહ્યું કે, તે દુબઈમાં હતી જ્યાં પિંકી ઈરાનીએ તેને ફોન કર્યો અને કહ્યું કે સુકેશ ચંદ્રશેખર તેને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા માંગે છે. જોકે જેકલીન પણ લાઇનમાં છે. પરંતુ તે તમને પસંદ કરે છે. બદલામાં, સુકેશ નોરાના આખા જીવનનો ખર્ચ ઉઠાવવા તૈયાર થયો હતો.નોરા ફતેહી બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાં સામેલ થાય છે. તેમના ડાન્સ અને ફેશન સેન્સનો દરેક દિવાના છે. નોરા મોટાભાગે પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">