AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જેકલીન ફર્નાન્ડીઝની જામીન અરજી પર સુનાવણી ટળી, હવે આ દિવસે થશે નિર્ણય

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આજે મની લોન્ડરિંગ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ પોતાના વકીલ સાથે જોવા મળી હતી.

જેકલીન ફર્નાન્ડીઝની જામીન અરજી પર સુનાવણી ટળી, હવે આ દિવસે થશે નિર્ણય
Jacqueline Fernandez
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 4:15 PM
Share

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ(Jacqueline Fernandez)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આજે જેકલીન દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ (Patiala House Court)માં હાજર થઈ હતી. જોકે, તેને કોર્ટ તરફથી કોઈ ખાસ સારા સમાચાર મળ્યા નથી. 26 સપ્ટેમ્બર બાદ અભિનેત્રી આજે કોર્ટમાં હાજર થઈ હતી. ગત સુનાવણીમાં જ જેકલીનને કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા.

પટિયાલા હાઉસ કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝની જામીન અરજીની સુનાવણી 10 નવેમ્બર સુધી ટાળી દીધી છે. હવે આગામી સુનાવણી 10 નવેમ્બરે સવારે 10 કલાકે થશે. ત્યાં સુધી જેકલીન વચગાળાના જામીન પર રહેશે. આવી સ્થિતિમાં હવે અભિનેત્રીએ આગામી સુનાવણી સુધી રાહ જોવી પડશે. તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના ખંડણી કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ તેની ભાગીદાર હોવાનું માનવામાં આવે છે.

સમગ્ર મામલામાં ઈડીએ 17 ઓગસ્ટે ચાર્જશીટ દાખલ કરીને જેકલીન સામે આરોપી બનાવ્યો હતો. આ પછી કોર્ટે તેમને સમન્સ પાઠવ્યા હતા. અભિનેત્રીના વકીલે તેના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જે હવે મોકૂફ રાખવામાં આવી છે. આ કેસની વાત કરીએ તો જેકલીન ફર્નાન્ડીઝનું નામ છેલ્લા એક વર્ષથી મહાથુગ સુકેશ ચંદ્રશેખર કેસ સાથે જોડાઈ રહ્યું છે. અભિનેત્રીને દરરોજ ED ઓફિસના ચક્કર લગાવવા પડે છે. પરંતુ તેમની પરેશાનીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જેકલીન ફર્નાન્ડીઝને સુકેશ ચંદ્રશેખર કેસના સંબંધમાં પૂછપરછ માટે ઘણી વખત બોલાવી છે. જો કે અભિનેત્રીએ પણ ED ટીમને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. પૂછપરછ દરમિયાન ઘણી બાબતો સામે આવી હતી. જેમાંથી એક વાત એ હતી કે જેકલીન સુકેશને પોતાના સપનાનો રાજકુમાર માનતી હતી. તેણી તેની સાથે લગ્ન કરવાનું પણ વિચારી રહી હતી પણ હવે સુકેશને કારણે તેઓની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જેકલીન છેલ્લા એક વર્ષથી મુશ્કેલીમાં છે જેના કારણે અભિનેત્રી પ્રેમમાં હોવાનો દાવો કરી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">