નયનતારાને લેડી સુપરસ્ટાર કહેવામાં આવે છે. ફિલ્મ ‘જવાન’ પછી પણ તેની લોકપ્રિયતા બોલિવુડમાં ઘણી વધી ગઈ છે. તે ‘જવાન’માં શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મથી તેણે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તેની મજબૂત ફેન ફોલોઈંગ પણ છે. હવે નયનતારાએ કેટરિના કૈફને ‘સ્લાઈસ’ એડમાં રિપ્લેસ કરી છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં નયનતારા સ્લાઈસની જાહેરાત કરતી જોવા મળી રહી છે.
સ્લાઈસ એડનો આ વીડિયો નયનતારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે લખ્યું છે કે “હું હજુ પણ સ્લાઈસના એક્સીપરિએન્સમાં ખોવાયેલી છું.” તેનો આ વીડિયો સામે આવ્યા બાદ એવું માનવામાં આવે છે કે નયનતારાએ કેટરિના કૈફને રિપ્લેસ કરી લીધી છે જે લાંબા સમયથી સ્લાઈસ એડ કરી રહી છે. કારણ કે ‘સ્લાઈસ ઈન્ડિયા’એ અગાઉ પણ તેમની સ્લાઈસ એડનો વીડિયો શેર કર્યો હતો, જેના કેપ્શનમાં તેમણે નયનતારાને ઓળખવાનું કહ્યું હતું.
નયનતારા ખરેખર કેટરિના કૈફને રિપ્લેસ કરે છે, તો તે મોટી વાત છે કારણ કે કેટરિના કૈફ ઈન્ડસ્ટ્રીનો મોટો ચહેરો છે. તેને રિપ્લેસ કરવું એ કોઈ નાની વાત નથી. આ સિવાય શક્ય છે કે કેટરિના કૈફનો સ્લાઈસ સાથેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો હોય. જો કેટરિના કૈફની વાત કરીએ તો તે છેલ્લે સાઉથ એક્ટર વિજય સેતુપતિ સાથે મેરી ક્રિસમસમાં જોવા મળી હતી. પરંતુ તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. આ પહેલા તે ‘ટાઈગર 3’માં જોવા મળી હતી, જેમાં તેણે સલમાન ખાન અને ઈમરાન હાશમી સાથે લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કર્યું હતું. કેટરીના કૈફ બોલિવુડની સફળ એક્ટ્રેસમાંથી એક છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:24 pm, Fri, 8 March 24