એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે ફિલ્મ સીતા રામમ પછી એકપણ ફિલ્મ નથી કરી સાઈન, જાણો શું છે કારણ
બોલિવૂડ ફિલ્મ જર્સીમાં પણ જોવા મળેલી મૃણાલ ઠાકુરને (Mrunal Thakur) સીતા રામમની સફળતા બાદ એક પછી એક મોટી ઓફરો આવી રહી છે. પરંતુ તે કોઈ ફિલ્મ સાઈન કરી રહી નથી. જાણો શું છે તેની પાછળનું કારણ.
ભારતીય ટેલિવિઝનથી પોતાના કરિયરની શરૂઆત કરનાર એક્ટ્રેસ મૃણાલ ઠાકુર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો મહત્વનો ભાગ બની ગઈ છે. ખરેખર મૃણાલ પ્રખ્યાત ટીવી સિરિયલ કુમકુમ ભાગ્યથી લાઈમલાઈટમાં આવી હતી. આ સિરિયલ પહેલા તેણે કેટલીક મરાઠી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી કમાલ કરી હતી. પરંતુ કુમકુમ ભાગ્ય દરમિયાન તેણે બોલિવૂડની ફિલ્મની ઓફર આવી હતી. મિયા અને ઋતિક રોશન સાથે સુપર 30થી તેણે બોલિવુડ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું.
મૃણાલે તુફાન અને જર્સી સહિત અનેક મોટા બજેટની ફિલ્મોમાં કામ કર્યું છે. બોલીવુડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરને ફિલ્મ સીતા રામમથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં દુલકર સલમાન સાથે તેની એક્ટિંગના પણ વખાણ થયા હતા. આ પ્રેમ કથાએ જબરદસ્ત સફળતા મળવાની સાથે સાથે ક્રિટિક્સની પ્રશંસા પણ મેળવી હતી. સીતા રામમની સફળતા બાદ મૃણાલ ઠાકુર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બીજી ફિલ્મ કરવા માટે તૈયાર છે.
મૃણાલ ઠાકુરે કર્યો ફીમાં વધારો
બોલિવૂડ ફિલ્મ જર્સીમાં પણ જોવા મળેલી આ એક્ટ્રેસને સીતા રામમની સફળતા બાદ એક પછી એક મોટી ઓફરો આવી રહી છે. એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે કથિત રીતે તેની ફીમાં પણ વધારો કર્યો છે. સીતારામ હિટ થયા બાદ હિરોઈન મૃણાલ ઠાકુરે કોઈ ફિલ્મ સાઈન કરી નથી. રિપોર્ટ મુજબ ઘણી ઓફર્સ મળી રહી છે, પરંતુ તે સાઈન કરતી નથી. કારણ કે તે તેના ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે રૂ. 1 કરોડ ચાર્જ કરવા માંગે છે. દુલકર સલમાન સાથે મૃણાલ ઠાકુરની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી.
બ્લોકબસ્ટર સાબિત થઈ આ ફિલ્મ
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે, સીતા રામમ ફિલ્મના તેલુગુ વર્ઝને સૌથી વધુ બિઝનેસ કર્યો છે. દુલકર સલમાન સાથે મૃણાલ ઠાકુરની ફિલ્મ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. સીતા રામમનું નિર્દેશન હાનુ રાઘવપુડી દ્વારા કરવામાં આવ્યું હતું અને વૈજયંતી મૂવીઝ દ્વારા આ ફિલ્મને નિર્મિત કરવામાં આવી હતી. 5 ઓગસ્ટ, 2022 ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મે જબરજસ્ત સફળતા મેળવી છે. 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂ. 105 કરોડથી વધુની કમાણી કરી હતી.