Video: સિદ્ધાર્થ શુક્લાના પરિવારને આજે પણ મળે છે ફેન્સનો પ્રેમ, એક્ટરની માતાએ જણાવ્યું કારણ
હાલમાં જ સિદ્ધાર્થ શુક્લાની (Siddharth Shukla) માતા રીટા શુક્લાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ફેન્સનો આભાર માની રહી છે. સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ તેની માતાને ફેન્સ તરફથી ઘણો પ્રેમ અને સપોર્ટ મળે છે.

સિદ્ધાર્થ શુક્લાના દુનિયા છોડવાનું દુ:ખ હજુ ફેન્સના મનમાં છે. એક્ટરના શોકિંગ નિધનમાંથી હજુ પણ કેટલાક લોકો બહાર આવ્યા નથી. ત્યારથી અત્યાર સુધી લોકો તેની માતા રીટા શુક્લા અને શહેનાઝ ગિલને સ્પોટ કરતા રહે છે. શહેનાઝ અને એક્ટરની માતા તેની સૌથી નજીક હતા. હાલમાં જ સિદ્ધાર્થની માતા રીટા શુક્લાનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ફેન્સનો આભાર માની રહી છે. આ સાથે તે એ પણ કહી રહી છે કે તેને ફેન્સ તરફથી જે પ્રેમ મળી રહ્યો છે તેનું કારણ શું છે?
સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ તેની માતાએ પોતાની જાતને ખૂબ જ સ્ટ્રોન્ગલી રીતે સંભાળી હતી. આ સાથે તે આખી દુનિયાની રીટા મા બની ગઈ છે. ‘બિગ બોસ 13’ના વિનર બનેલા સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર 2021ના રોજ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. પરંતુ, લગભગ દોઢ વર્ષ પછી પણ ફેન્સ તેમના પરિવાર માટે તેમનો પ્રેમ મોકલતા રહે છે.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
સિદ્ધાર્થ છે ફેન્સના પ્રેમ અને સપોર્ટનું કારણ
વીડિયોમાં એક મહિલા રીટા શુક્લાને પૂછી રહી છે, તમે કંઈક કહેવા માંગો છો? આના જવાબમાં સિદ્ધાર્થની માતા કહેતી જોવા મળે છે, “હું કહેવા માંગુ છું કે હું પણ તમને બધાને ખૂબ પ્રેમ કરું છું. મને તમારા બધા તરફથી મેસેજ મળતા રહે છે અને મને ખૂબ જ આનંદ થાય છે કે આટલા બધા લોકો મને પ્રેમ કરે છે અને તેનું કારણ માત્ર સિદ્ધાર્થ શુક્લા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે માતા રીટાને તેના પુત્ર પર કેટલો ગર્વ છે.
આ પણ વાંચો : TMKOC : રીટા રિપોર્ટર સાથે કરશે પોપટલાલ લગ્ન? પ્રિયા રાજદાએ આપ્યો આ જવાબ
ફેન્સના દિલમાં વસે છે રીટા માતા
એક્ટર સિદ્ધાર્થના નિધન બાદ તેની માતા રીટા પણ ફેન્સના દિલની ખૂબ નજીક થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ તેની પોપ્યુલારિટી છે. હાલમાં જ રીટા શુક્લાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ફેન્સના પ્રેમ માટે આભાર માનતી જોવા મળે છે. દિવંગત એક્ટરની માતાના શબ્દોએ એક વાર ફેન્સને ભાવુક કરી દીધા હતા.