Siddhanth Kapoor Video : રેવ પાર્ટીમાં ડીજે બન્યો હતો સિદ્ધાંત કપૂર, વીડિયો વાયરલ થયો

|

Jun 13, 2022 | 2:57 PM

Siddhanth Kapoor Drugs Case: ડ્રગ્સ કેસમાં પુત્ર સિદ્ધાંત (Siddhanth) નું નામ સામે આવતાં શક્તિ કપૂર આઘાતમાં છે. તેનું કહેવું છે કે તેને આ અંગે કોઈ જાણકારી નથી. તેમને સિદ્ધાંતની અટકાયત વિશે મીડિયા દ્વારા જાણ થઈ.

Siddhanth Kapoor Video : રેવ પાર્ટીમાં ડીજે બન્યો હતો સિદ્ધાંત કપૂર, વીડિયો વાયરલ થયો
રેવ પાર્ટીમાં ડીજે બન્યો હતો સિદ્ધાંત કપૂર, વીડિયો વાયરલ થયો
Image Credit source: instagram

Follow us on

Siddhanth Kapoor Video : બોલીવુડ અભિનેતા સિદ્ધાંત કપૂર (Siddhant Kapoor) ના ચાહક વર્ગને મોટો ઝટકો લાગ્યો છે, આજે અભિનેતાની રેવ પાર્ટી દરમિયાન ધરપકડ કરવામાં આવી છે, આ વચ્ચે દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂર (Shakti Kapoor)ના પુત્ર સિદ્ધાંતનો એક વિડીયો વાયરલ (video viral) થઈ રહ્યો છે, આ વિડીયોમાં સિદ્ધાંત ડીજે બનેલો જોવા મળી રહ્યો છે, જણાવવામાં આવી રહ્યું છે કે, આ વિડીયો એ પાર્ટીનો છે જ્યાંથી બેંગ્લોર પોલીસે સિદ્ધાંતની ધરપકડ કરી છે, (આ વિડીયોની પુષ્ટિ ટીવીનાઈન કરતું નથી)

ટ્વિટરથી લઈ ઈન્સ્ટાગ્રામ સુધી સિદ્ધાંતનો આ વિડીયો તેની ધરપકડ બાદ વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે લાઈટો ઝગમગી રહી છે. સિદ્ધાંત ડીજે બોર્ડના બેસ પર તેની આંગળીયો પર કમાલ કરી રહી છે, તેણે બ્લેક ઝેકેટ પહેર્યું છે. તે મસ્તીમાં નાચી રહ્યો છે

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

અહિ જુઓ સિદ્ધાંતનો વાયરલ વીડિયો

તમને જણાવી દઈએ કે, રવિવારની મોડી રાત્રે બેંગ્લોર પોલીસે સિદ્ધાંત કપૂરની ધરપકડ કરી હતી. પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે, સિદ્ધાંતનો ડ્રગ્સ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સિદ્ધાંત સહિત 6 લોકોનો મેડિકલ રિપોર્ટ કરાવ્યો હતો. આ તમામ રિપોર્ટમાં ડ્રગ્સ લીધા હોવાની જાણ થઈ છે. પોલીસે રેવ પાર્ટીમાંથી અંદાજે 35 લોકોની ધરપકડ કરી હતી.

Next Article