Raj Kundra Case: પોર્ન ફિલ્મ બનાવવાનાં મામલે રાજ કુન્દ્રા અને થોર્પની હજુ વધી શકે છે પોલીસ કસ્ટડી, આજે થશે સુનાવણી
રાજ રાજ કુંદ્રા અને તેના આઈટી હેડ રિયાનનો પોલીસ રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે આવી સ્થિતિમાં, તમામની નજર કોર્ટના નિર્ણય પર છે
Raj Kundra Case: અશ્લીલતા મામલે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ રાજ કુંદ્રા (Raj Kundra) અને તેના આઇટી હેડ રાયન થોર્પ(Raj Kundra Rayan))ની પોલીસ કસ્ટડી આજે સમાપ્ત થઈ છે. મુંબઇ પોલીસ(Mumbai Polcie) સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ, બંનેની પોલીસ કસ્ટડી વધારી શકાય છે . અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ રાજ કુંદ્રાને મુંબઈ પોલીસે 19 જુલાઈએ ધરપકડ કરી હતી. શિલ્પા શેટ્ટીના પતિએ તેની ધરપકડને બોમ્બે હાઇકોર્ટ(Mumbai Highcourt)માં પડકારી હતી. હવે રાજ રાજ કુંદ્રા અને તેના આઈટી હેડ રિયાનનો પોલીસ રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે આવી સ્થિતિમાં, તમામની નજર કોર્ટના નિર્ણય પર છે.
મેજિસ્ટ્રેટ કોર્ટે રાજ કુંદ્રા અને રિયાનને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જે બાદ તેની કસ્ટડીમાં વધુ ચાર દિવસનો વધારો કરવામાં આવ્યો હતો. અશ્લીલ ફિલ્મો બનાવવાના મામલે પોલીસે રાજ કુંદ્રાને મુખ્ય કાવતરું ગણાવ્યું હતું. આ વાત પોલીસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહી હતી. 20 જુલાઈએ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડીનો આજે અંત આવતા 23 જુલાઇએ ક્રાઇમ બ્રાંચે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના બંગલા પર પણ દરોડો પાડ્યો હતો. તે દરમિયાન શિલ્પાની 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન અભિનેત્રીએ પોતાના પતિને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. ચાલો આપણે જણાવી દઈએ કે કુંદ્રાની ધરપકડ થઈ ત્યારથી રોજ આ કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ફેબ્રુઆરી 2021 માં અશ્લીલતાનો મામલો સામે આવ્યા પછી રાજ કુંદ્રાનું નામ તેની સાથે જોડવાનું શરૂ થયું. નામ સામે આવ્યા પછી જ કુંદ્રાએ તરત જ પોતાનો મોબાઇલ ફોન બદલ્યો.
શિલ્પા શેટ્ટી પણ કુંદ્રાના ફોન બદલવાની બાબત બાદ પોલીસના રડાર પર આવી હતી, એવું કહેવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરીમાં તેને લાગ્યું કે પોલીસ તેના પર પણ ગાળિયો કસી શકે છે. કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ હવે આ વાતનો ખુલાસો થયો છે. તે જ સમયે, પોર્ન ફિલ્મ્સ અને પોર્ન એપ્સ એપિસોડમાં રાજ કુંદ્રા પછી, તેમની પત્ની અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોલીસના રડાર પર છે.