AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: રાજ કુંદ્રા કેસથી શિલ્પા શેટ્ટીને થઇ રહ્યું છે અધધધ નુકસાન, આંકડો જાણીને ચોંકી જશો

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ આ દિવસોમાં જેલમાં છે, જેના કારણે અભિનેત્રી હેડલાઇન્સમાં છે. શિલ્પા આ દિવસોમાં સુપર ડાન્સરમાં પણ જોવા મળી રહી નથી. જોકે મેકર્સને આશા છે કે તે ટૂંક સમયમાં શોમાં પરત ફરશે.

Shocking: રાજ કુંદ્રા કેસથી શિલ્પા શેટ્ટીને થઇ રહ્યું છે અધધધ નુકસાન, આંકડો જાણીને ચોંકી જશો
shilpa shetty is facing a huge loss due to not going in dance chapter 4
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 7:57 AM
Share

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ રાજ કુંદ્રાની (Raj kundra Case) પોર્નોગ્રાફી સંબંધિત કેસમાં 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. રાજ 19 જુલાઈથી જેલમાં છે. રાજ કુન્દ્રા પર અશ્લીલ સામગ્રી બનાવવા અને પ્રકાશિત કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને રાજ વિરુદ્ધ પુરાવા મળ્યા છે. એટલું જ નહીં, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ કેસમાં શિલ્પા શેટ્ટીની સંડોવણીની તપાસ કરી રહી છે. આ દરમિયાન શિલ્પાને વધુ એક ઝટકો મળ્યો છે.

જોકે શિલ્પાની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને અત્યાર સુધી તેની સામે કોઈ પુરાવા મળ્યા નથી. આવી સ્થિતિમાં, પતિની ધરપકડ બાદથી શિલ્પા શેટ્ટી ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સરમાં પણ જોવા નથી મળી રહી. વાસ્તવમાં શિલ્પા આ દિવસોમાં આ શોમાં જજ તરીકે જોવા મળી રહી હતી. પરંતુ કેસ બાદ શિલ્પા શોથી ગાયબ છે.

શિલ્પાને થયું નુકસાન

શિલ્પા સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer chapter 4) ના શૂટિંગ પર રાજ કુંદ્રાની ધરપકડના કારણે નથી ગઈ. તેની ગેરહાજરીમાં હાલમાં શોમાં અલગ અલગ સેલેબ્સ જોવા મળી રહ્યા છે. તે જ સમયે ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ચેનલે શિલ્પાને હટાવવા અંગે આવો કોઈ નિર્ણય લીધો નથી. ખરેખર, મામલો ઉકેલાયા બાદ એક મહિનામાં શિલ્પા પરત આવે તેવી અપેક્ષા છે.

જોકે, શોમાં તેની ગેરહાજરી તેને મોટું નુકસાન આપી રહી છે. અભિનેત્રીને લગભગ 2 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે શિલ્પા શોમાં સૌથી વધુ ફી મેળવનાર જજ છે. શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પ્રતિ એપિસોડ 18-22 લાખ ચાર્જ કરી રહી છે આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દર અઠવાડિયે બે દિવસ શોમાં દેખાય છે, જે મુજબ તેને મોટું નુકસાન થઈ રહ્યું છે. જો શિલ્પા જલ્દી શોમાં પરત નહીં આવે તો તેનું વધુ નુકસાન થશે.

બીજી બાજુ, શિલ્પા શેટ્ટીએ પણ તાજેતરમાં મીડિયા સામે કેસ દાખલ કર્યો હતો અને કહ્યું હતું ઘણા અહેવાલોથી તેમની છબી ખરાબ થઈ રહી છે. જો કે કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે મીડિયાને રોકી શકાય નહીં, પરંતુ કેટલાક વિડીયો હટાવવાના રહેશે. જ્યારે તેના પતિની ધરપકડના એક જ સપ્તાહમાં 14 વર્ષ બાદ તે મોટા પડદા પર પરત ફરી. શિલ્પાની ફિલ્મ હંગામા 2 ડિઝની + હોટસ્ટાર પર 23 જુલાઈએ રિલીઝ થઈ છે.

આ પણ વાંચો: Photos: Nora Fatehi જોવા મળી ટ્રેડિશનલ લુકમાં, ફેન્સ જોઈને ચોંકી ઉઠ્યા

આ પણ વાંચો: Bigg Boss 15: આ વખતે બિગ બોસના ઘરમાં કયા સ્ટાર્સ મારશે એન્ટ્રી? જુઓ લીસ્ટ

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">