AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શહેનાઝ ગિલ સાથે એમસી સ્ક્વેર મચાવશે ધૂમ, પોસ્ટર જોઈને ફેન્સ થઈ ગયા ક્રેઝી

હાલમાં જ એમટીવી હસ્ટલ જીતનાર એમસી સ્ક્વેર (MC Square) તેનું નવું ગીત લઈને આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ ગીતમાં તેની સાથે શહેનાઝ ગિલ (Shehnaaz Gill) પણ જોવા મળશે. આ ગીતનું પોસ્ટર સામે આવ્યા બાદ તેના ગીતને લઈને ફેન્સમાં જબરજસ્ત એક્સાઈટમેન્ટ છે.

શહેનાઝ ગિલ સાથે એમસી સ્ક્વેર મચાવશે ધૂમ, પોસ્ટર જોઈને ફેન્સ થઈ ગયા ક્રેઝી
Shehnaaz -MC Square SongImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 10:40 PM
Share

હાલમાં હરિયાણવી રેપર એમસી સ્ક્વેરની ફેન ફોલોઈંગનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. ફેન્સમાં તેનો ક્રેઝ જબરદસ્ત જોવા મળે છે. હાલમાં એમટીવી હસ્ટલ 2.0 જીત્યા પછી એમસી સ્ક્વેરે લોકોને પોતાની દેશી રેપ સ્ટાઈલથી દિવાના બનાવ્યા છે. આ જીત બાદ એમસી સ્ક્વેર તેના ફેન્સ માટે વધુ એક સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છે. તેના અપકમિંગ ગીતનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ગીતમાં તે એકલો નથી, પરંતુ તેની સાથે બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ પણ જોવા મળશે.

શહેનાઝ ગીલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેયર કરી છે. તે પોસ્ટરમાં તે એમસી સ્ક્વેર સાથે જોવા મળી રહી છે. શહેનાઝે એમસી સ્ક્વેરના અપકમિંગ ગીતનું પહેલું પોસ્ટર શેયર કર્યું છે. આ પોસ્ટરમાં રેપર અને શહેનાઝ ખૂબ જ કૂલ દેખાઈ રહ્યા છે. આ સાથે જ બંનેનો લુક પણ જોવા જેવો છે. આ પોસ્ટર સામે આવ્યા બાદ તેના ગીતને લઈને ફેન્સમાં જબરજસ્ત એક્સાઈટમેન્ટ છે.

અહીં જુઓ ગીતનું પોસ્ટર

શહેનાઝ ગિલે શેયર કર્યું છે પહેલું પોસ્ટર

લોકોના ફેવરિટ એમસી સ્ક્વેરના અપકમિંગ ગીતનું પોસ્ટર શેયર કરતી વખતે શહેનાઝ ગીલે બીજી ઘણી જાણકારી પણ શેયર કરી છે. એક્ટ્રેસના પોસ્ટર લુકની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે ‘અહીં છે અમારા અપકમિંગ ગીત ‘ઘની સયાની’ નું પહેલું પોસ્ટર એમસી સ્ક્વેર સાથે…’ તમને જણાવી દઈએ કે આ ગીત યૂટ્યૂબ ચેનલ @playdmofficial પર જ રિલીઝ થશે.

પહેલીવાર હરિયાણવી ગીતમાં જોવા મળશે શહેનાઝ

એમસી સ્ક્વેરના આ ગીતનું ટાઈટલ છે ઘની સયાની. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે તેનું અપકમિંગ ગીત પણ હરિયાણવી ગીત હશે. શહેનાઝે આ પહેલા હિન્દી અને પંજાબી ગીતોમાં કામ કર્યું છે. આ ગીતમાં એક્ટ્રેસ શું કમાલ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. આ પહેલીવાર છે જ્યારે શહેનાઝ હરિયાણવી ગીતમાં જોવા મળશે.

ક્યારે રિલીઝ થશે ગીત?

આ સાથે શહેનાઝે આ ગીતની રિલીઝ ડેટ પણ ફેન્સ સાથે શેયર કરી છે. તમને જણાવી દઈએ કે આ ગીત 5 ડિસેમ્બરે રિલીઝ થશે. પોસ્ટર સામે આવ્યા પછી ગીતને લઈને ફેન્સ આતુરતાથી આ ગીતની રાહ જોઈ રહ્યા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે એમસી સ્ક્વેર અને શહેનાઝનું આ દમદાર બોન્ડિંગ ગીતને કેટલી હદે પોપ્યુલર બનાવે છે. આ સાથે જ એ જોવાનું ઈન્ટ્રેસ્ટિંગ રહેશે કે આ ગીતને બંનેના ફેન્સ કેટલો પ્રેમ અને સપોર્ટ આપે છે.

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">