AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શહેનાઝ ગિલ બાળ કલાકાર રિદ્ધિ શર્મા સાથે જોવા મળી, ‘કભી ઈદ કભી દિવાલી’ના સેટ પરથી એક તસવીર થઈ વાયરલ

સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'માં શહનાઝ ગિલ પણ મહત્વના રોલમાં જોવા મળશે. હાલમાં જ તેણે તેનું મુંબઈ શેડ્યૂલનું શૂટિંગ પણ પૂરું કર્યું છે.

શહેનાઝ ગિલ બાળ કલાકાર રિદ્ધિ શર્મા સાથે જોવા મળી, 'કભી ઈદ કભી દિવાલી'ના સેટ પરથી એક તસવીર થઈ વાયરલ
Shehnaaz-Gill-With-Riddhi-Sharma Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 8:03 PM
Share

સલમાન ખાનની (Salman Khan) બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’ (Kabhi Eid Kabhi Diwali) ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં અત્યાર સુધીમાં ઘણા કલાકારોની એન્ટ્રી થઈ ચૂકી છે. એમાં એક કલાકારનું નામ છે શહનાઝ ગિલ. આ ફિલ્મ સાથે જોડાયેલા સમાચાર રોજ સામે આવતા રહે છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. ફિલ્મના મેકર્સે ફિલ્મની કાસ્ટને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આ દિવસોમાં શહનાઝ ગિલની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

‘કભી ઈદ કભી દિવાલી’ના સેટ પરથી શહનાઝ ગિલની તસવીર

સલમાન ખાનની ફિલ્મના સેટ પરથી શહનાઝ ગિલે બાળ કલાકાર રિદ્ધિ શર્મા સાથેની એક તસવીર શેયર કરી છે, જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીર તેના ફેન્સ દ્વારા શેયર કરવામાં આવી છે. આ તસવીરમાં શહનાઝ ચાઈલ્ડ આર્ટિસ્ટ રિદ્ધિ શર્મા સાથે પોઝ આપતી જોવા મળે છે. તેને ગ્રે કલરની ટી-શર્ટ પહેરેલી જોઈ શકાય છે. આ ટી-શર્ટમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. પરંતુ ફેન્સે તેની ટી-શર્ટને ઝડપથી ઓળખી લીધી જે બેકગ્રાઉન્ડમાં સમગ્ર ક્રૂ સભ્યો દ્વારા પહેરવામાં આવી છે, જે તસવીરની બેકગ્રાઉન્ડમાં પણ દેખાય છે. આ ટી-શર્ટ પર ‘SKF’, જે સલમાન ખાનના પ્રોડક્શન હાઉસનું નામ છે, જે આ ટી-શર્ટ લખેલું છે. રિપોર્ટ્સ મુજબ આ તસવીર રિદ્ધિના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેયર કરવામાં આવી હતી, પરંતુ તેને ડિલીટ કરી દેવામાં આવી હતી.

ફેન્સે પણ આ તસવીર સોશિયલ મીડિયા પર શેયર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. એક ફેન્સે લખ્યું, “સ્ટાર શહનાઝ ગિલ ‘કભી ઈદ કભી દિવાલી’ના સેટ પર. પાછળ જુઓ, પાછળ SKF લખેલું છે, પીળા શર્ટમાં શહનાઝ ગિલ. અન્ય એક ફેન્સે લખ્યું કે, ‘હું ખૂબ જ ઉત્સાહિત છું કે મારી ઢીંગલી કભી ઈદ કભી દિવાલી ઉર્ફે ભાઈજાન. શહનાઝ ગિલ.’

ફરહાદ સામજી કરી રહ્યા છે ફિલ્મનું નિર્દેશન

ફિલ્મ મેકર્સ ખૂબ જ ટૂંક સમયમાં આ ફિલ્મના નવા ટાઈટલની જાહેરાત કરશે. રિપોર્ટસ્ મુજબ તે ‘ભાઈજાન’ના ઓરિજિનલ ટાઈટલ સાથે પાછો ફરશે. આ ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પૂજા હેગડે, વેંકટેશ, શહનાઝ ગિલ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ અને શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાનના સાળા આયુષ શર્મા અને ઝહીર ઈકબાલની પણ એન્ટ્રી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં બંનેએ ફિલ્મમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

g clip-path="url(#clip0_868_265)">