AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Sharma Photoshoot: સમુદ્ર કિનારે મોનોકિનીમાં પોઝ આપતી જોવા મળી અનુષ્કા શર્મા, બોલ્ડ અવતારમાં વાયરલ થયા ફોટો

તસવીરો વાયરલ થયા બાદ ફેન્સ અનુષ્કા શર્માની (Anushka Sharma) હોટ તસવીરો પર ઝડપથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફેન્સે પોસ્ટ પર દિલ ખોલીને રેડ હાર્ટ ઇમોજી ડ્રોપ કરી રહ્યા છે.

Anushka Sharma Photoshoot: સમુદ્ર કિનારે મોનોકિનીમાં પોઝ આપતી જોવા મળી અનુષ્કા શર્મા, બોલ્ડ અવતારમાં વાયરલ થયા ફોટો
Anushka Sharma Image Credit source: Instagra
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 5:37 PM
Share

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને (Anushka Sharma) કોઈ પરિચયની જરૂર નથી. અભિનેત્રી તેના અભિનય અને મસ્તી ભર્યા અંદાજને કારણે દરેકની પસંદ છે. અનુષ્કાએ પોતાના ટેલેન્ટને આધારે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ જગ્યા બનાવી છે, જે દરેક લોકો કરી શકતા નથી. એકટ્રસ ક્યારેક પોતાના પતિ ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) તો ક્યારેક પોતાની ફિલ્મને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ, આ વખતે અનુષ્કા તેની ફિલ્મ માટે નહીં પરંતુ તેના ફોટોશૂટના લીધે હેડલાઇન્સમાં છે. તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેનું એક ફોટોશૂટ શેર કર્યું છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

સમુદ્ર કિનારે અભિનેત્રી અનુષ્કા શર્માએ કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, કારણ કે અભિનેત્રીને ફોટોશૂટનો ખૂબ શોખ છે. આ તસવીરો શેર થતાં જ અનુષ્કાનો સિઝલિંગ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અનુષ્કા શર્માએ હાલમાં જ કેટલીક તસવીરો શેર કરી છે જેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ વાયરલ તસવીરોમાં અભિનેત્રી સમુદ્ર કિનારે ઓરેન્જ કલરની મોનોકિની પહેરીને બધાને દિવાના બનાવી રહી છે. તસવીરોમાં અનુષ્કાનો આ અવતાર તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

માથા પર કેપ અને ઓરેન્જ મોનોકિની પહેરી છે એક્ટ્રેસે

ઓરેન્જ મોનોકોની સાથે માથે કેપ લઈને અનુષ્કા લોકોના દિલોને ધડકવામાં કોઈ કસર છોડી નથી. પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતી વખતે તેણે કેપ્શન પણ મુક્યું છે. તેના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે કે ‘પોતે જ પોતાની તસવીર ક્લિક કરવાનું પરિણામ’. આ તસવીરો દ્વારા લાંબા સમય બાદ અનુષ્કા શર્માનો ગ્લેમરસ અવતાર ફેન્સને જોવા મળી રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ ફોટો પર આવી રહી છે ફેન્સની પ્રતિક્રિયા

તસવીરો વાયરલ થયા બાદ અનુષ્કાના ફેન્સ અને નજીકના મિત્રો આ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફેન્સ પોસ્ટ પર દિલ ખોલીને રેડ હાર્ટ ઇમોજી ડ્રોપ કરી રહ્યા છે. આ તસવીરોને ઘણી લાઈક મળી છે અને શેરિંગ પણ કરવામાં આવી રહી છે. આ તસવીરો શેર કર્યાની થોડી જ મિનિટોમાં વાયરલ થવા લાગી.

અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. પરંતુ તાજા સમાચાર મુજબ એક્ટ્રેસ ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત ફિલ્મ બનાવી રહી છે. આ ફિલ્મમાં અનુષ્કા લીડ રોલમાં જોવા મળશે. હાલમાં ફિલ્મની રિલીઝ ડેટને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

g clip-path="url(#clip0_868_265)">