Aryan Khan Debut: આર્યન ખાનની ‘સ્ટારડમ’નું શૂટિંગ શરૂ, પુત્રને પહેલા દિવસે શાહરુખે આપ્યું મોટું સરપ્રાઈઝ
Shah Rukh Khan On Aryan Khan: બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના (Shah Rukh Khan) પુત્ર આર્યન ખાને તેની ડેબ્યૂ વેબ સિરીઝનું શૂટિંગ શરૂ કરી દીધું છે. શાહરૂખ ખાન પોતે પણ આ ખાસ અવસર પર જોવા મળ્યો હતો અને તેને પ્રોત્સાહિત કર્યો હતો. આ વેબ સિરીઝમાં શાહરૂખ ખાન પોતે પણ મહત્વના રોલમાં જોવા મળશે.
Shah Rukh Khan On Aryan Khan: બોલિવુડ એક્ટર આર્યન ખાનના (Aryan Khan) બોલિવુડ ડેબ્યૂને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી. હવે તે પોતાનો પૂરો સમય આપીને આર્યન ખાન તેના કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યો છે. તે તેના પિતાની જેમ એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી રહ્યો નથી, પરંતુ તેને તેના બાળપણના જુસ્સાને આગળ વધારવાનું નક્કી કર્યું છે અને તે ડાયરેક્શન કરતો જોવા મળશે. હાલમાં જ આર્યન ખાનના શૂટિંગ સેટ પર પહેલા દિવસે તેના પિતા પણ તેને ચીયર કરવા પહોંચ્યા હતા.
રિપોર્ટ્સ મુજબ 2 જૂને આર્યન ખાને મુંબઈના વર્લીમાં તેનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન શાહરૂખ ખાન (Shah Rukh Khan) પણ પોતાના પુત્રને ચીયર કરવા પહોંચ્યો હતો. સવારે 7 વાગ્યાનો રિપોર્ટિંગનો સમય હતો અને શાહરૂખ ખાન આર્યન ખાનને સરપ્રાઈઝ કરવા 7 વાગ્યા પહેલા પહોંચી ગયો હતો. બિઝી શેડ્યૂલ વચ્ચે પણ શાહરૂખ ખાને આ ખાસ દિવસે તેના પુત્રને ચીયર કર્યું અને તેનો ઉત્સાહ વધાર્યો.
View this post on Instagram
6 એપિસોડની હશે સિરીઝ
આ વેબ સિરીઝની વાત કરીએ તો આર્યન ખાનની આ વેબ સિરીઝમાં 6 એપિસોડ હશે. તેની જાહેરાત વર્ષ 2022માં ડિસેમ્બરમાં કરવામાં આવી હતી. આ વેબ સિરીઝને સ્ટારડમ નામ આપવામાં આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ આ વેબ સિરીઝ પર કામ ઝડપથી થશે અને કુલ 350 લોકો એકસાથે તેનું શૂટિંગ કરી રહ્યા છે. આ વેબ સિરીઝ દ્વારા બોલિવુડનો ગોલ્ડન એરા બતાવવામાં આવશે અને ફેન્સને સ્ટારડમના સાચા અર્થનો પરિચય કરાવવામાં આવશે.
આ પણ વાંચો : The Kapil Sharma Show: બ્રેટ લી અને ક્રિસ ગેલ સાથે કપિલ શર્માએ જોરદાર અંગ્રેજીમાં કરી વાત, ફેન્સ થયા ખુશ, જુઓ Video
આ ફિલ્મોમાં જોવા મળશે શાહરૂખ ખાન
મીડિયા રિપોર્ટ મુજબ આ વેબ સિરીઝમાં બોલિવુડ સ્ટાર્સ પણ જોવા મળશે. આર્યનના પિતા અને સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતે આ વેબ સિરીઝમાં જોવા મળશે. તેમના સિવાય રણવીર સિંહ પણ આ વેબ સિરીઝમાં જોવા મળે તેવી શક્યતા છે. આ વેબ સિરીઝમાં એક્ટર રામ કપૂરની પત્ની ગૌતમી કપૂર પણ જોવા મળશે. એટલે કે હવે આર્યન ખાન તેના કરિયરની શરૂઆતમાં બોલિવુડના બે ફેમસ એક્ટરને ડાયરેક્ટ કરતો જોવા મળશે. શાહરૂખની વાત કરીએ તો તેની ફિલ્મ જવાન ઔર ડંકી રિલીઝ થવા જઈ રહી છે.