AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kapil Sharma Show: બ્રેટ લી અને ક્રિસ ગેલ સાથે કપિલ શર્માએ જોરદાર અંગ્રેજીમાં કરી વાત, ફેન્સ થયા ખુશ, જુઓ Video

The Kapil Sharma Show Promo: શોનો નવા પ્રોમો સામે આવ્યો છે. પરંતુ આ વખતે કપિલની (Kapil Sharma) ઈંગ્લિશ બોલવાની સ્ટાઈલ થોડી બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે. કપિલ શર્માએ હવે જોરદાર અંગ્રેજી બોલવાનું શરૂ કરી દીધું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

The Kapil Sharma Show: બ્રેટ લી અને ક્રિસ ગેલ સાથે કપિલ શર્માએ જોરદાર અંગ્રેજીમાં કરી વાત, ફેન્સ થયા ખુશ, જુઓ Video
Kapil SharmaImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 6:39 PM
Share

Mumbai: કપિલ શર્મા (Kapil Sharma) પોતાના શોમાં દર અઠવાડિયે નવા સ્ટાર્સ અને વિવિધ ઈન્ડસ્ટ્રીના લોકોને ઈન્વાઈટ કરે છે. કપિલ શર્માના શોના લાખો ફેન્સ છે. કપિલના શોને દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ અઠવાડિયે ધ કપિલ શર્મા શોમાં (The Kapil Sharma Show) ઈન્ટરનેશનલ ક્રિકેટર બ્રેટ લી અને ક્રિસ ગેલ જોવા મળશે. પરંતુ આ લોકો આ પહેલા પણ કપિલના શોમાં જોવા મળી ચૂક્યા છે.

View this post on Instagram

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

આ દરમિયાન મેકર્સે શોનો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. બ્રેટ લી (Brett Lee) અને ક્રિસ ગેલ (Chris Gayle) સિવાય પ્રોમોમાં ધ્યાન આપવા જેવી બાબત કપિલ શર્માની અંગ્રેજી બોલવાની સ્ટાઈલ છે. અત્યાર સુધી આપણે કપિલને ઘણી વખત તેની તૂટેલી ફૂટેલી અંગ્રેજીમાં વાત કરતો જોયો હશે. કપિલ તેના અંગ્રેજીથી લોકોને ખૂબ હસાવે છે. પરંતુ એવું નથી કે કપિલને અંગ્રેજી બોલતા આવડતું નથી. કપિલે શોનો નવો પ્રોમો હિન્દી બોલ્યા વિના શૂટ કર્યો છે.

કપિલ પહેલી વખત આ શોમાં ઈન્ટરનેશનલ ક્રિકેટર બ્રેટ લી અને ક્રિસ ગેલનું સ્વાગત કરતો જોવા મળે છે. તે પછી તે બંનેને અંગ્રેજીમાં પૂછપરછ કરવાનું શરૂ કરે છે. આખા પ્રોમોમાં કપિલ જોરદાર અંગ્રેજીમાં વાત કરતો જોવા મળે છે. કપિલે પહેલો સવાલ પૂછતી વખતે બંને ક્રિકેટરોને પૂછ્યું કે જ્યારે તે છેલ્લી વખત આવ્યો ત્યારે સિદ્ધુ સિંહ તેની સામે બેઠો હતો. તો શું તે હવે તેમને મિસ કરે છે? જેના જવાબમાં બંને ક્રિકેટરો અર્ચનાની સાઈડ લેતા જોવા મળે છે.

આ પણ વાંચો : Viral Video: સંજય દત્તે ફેન સાથે કર્યું આવુ વર્તન, વીડિયો વાયરલ થતા લોકો થયા ગુસ્સે

પ્રોમોમાં ક્રિસ ગેલ પણ અર્ચના સાથે ફ્લર્ટ કરતો જોવા મળે છે. પરંતુ કપિલને જોરદાર અંગ્રેજી બોલતો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. કપિલ શર્માને તેના કામ માટે દેશના લોકોનો ઘણો પ્રેમ મળે છે. કપિલના શોમાં આવતા સ્ટાર્સ અવારનવાર લોકોને હસાવવા માટે તેમનો આભાર માનતા જોવા મળે છે. કપિલના શોમાં અત્યાર સુધી ઘણા મોટા સ્ટાર્સ આવી ચુક્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">