Jawan Movie New Poster : જવાનનું દમદાર પોસ્ટર આવ્યું સામે, શાહરૂખ ખાને કહ્યું- 30 દિવસ પછી ખબર પડશે કે હું સારો છું કે ખરાબ
Jawan Poster : બોલિવૂડ કિંગ શાહરુખ ખાન હાલમાં તેની નવી ફિલ્મ જવાનને લઈને ભારે ચર્ચામાં છે. ફિલ્મ જવાનના પ્રીવ્યૂ વીડિયો બાદ હાલમાં તેનું નવુ પોસ્ટર રિલીઝ થયું છે. આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

Jawan Movie : 4 સુપર હિટ ફિલ્મ સહિત 21 હિટ ફિલ્મોમાં કામ કરનાર શાહરુખ ખાન તેની આગામી ફિલ્મને કારણે ચર્ચામાં છે. કિંગ ખાનની આગામી ફિલ્મ જવાનની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન (Shah Rukh Khan) સાથે નયનતારા, દીપિકા પાદુકોણ અને વિજય સેતુપતિ જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મનું નવું પોસ્ટર હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યું છે.
આજે 7 ઓગસ્ટના દિવસે શાહરુખ ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી આ પોસ્ટર શેયર કર્યું છે. આ પોસ્ટરમાં શાહરુખ ખાન બાલ્ડ લુકમાં જોવા મળી રહ્યો છે. તેનો આ બાલ્ડ લુક થોડા સમય પહેલા પ્રીવ્યૂ વીડિયોમાં જોવા મળ્યો હતો. તેણે એક વીડિયો શેયર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, હું સારો છું કે ખરાબ, એ 30 દિવસ પછી ખબર પડશે.
આ પણ વાંચો : Savage Song : હની સિંઘનું લેટેસ્ટ હિન્દી આલ્બમ સોંગ Savage થયું રિલીઝ, જુઓ Video અને Lyrics
View this post on Instagram
(PC – Shah Rukh Khan)
10 જુલાઈ, 2023ના દિવસે જવાન ફિલ્મનો પ્રીવ્યૂ વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હતી. તેના અલગ અલગ લુકને કારણે શાહરુખ ખાન ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. શાહરુખ ખાનના ફેન્સ અને આખુ બોલિવૂડ આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે.
View this post on Instagram
જવાન ફિલ્મનું એક સોન્ગ પર હાલમાં રિલીઝ થયુ છે, જેનું ટાઈટલ છે – જિંદા બંદા. હાલમાં આ સોન્ગ ઘણી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આ સોન્ગ છવાયેલું છે. સોન્ગમાં શાહરુખ ખાન ખુબ અનર્જેટિક દેખાી રહ્યો છે. મળતી માહિતી અનુસાર શાહરુખ ખાન આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. પોસ્ટર અને પ્રીવ્યૂ વીડિયો પરથી આ ફિલ્મ શાનદાર લાગી રહી છે. પણ હકીકતમાં આ ફિલ્મ કેવી હશે તે રિલીઝ થયા બાદ જ જાણવા મળશે.
આ પણ વાંચો : ઓસ્કાર વિજેતા The Elephant Whispererના નિર્માતાએ કરી છેતરપિંડી, બોમન-બેલીએ 2 કરોડની નોટિસ મોકલી
View this post on Instagram
શાહરુખ ખાન 57 વર્ષની ઉંમરે પણ બોલિવૂડમાં ધમાલ મચાવી રહ્યો છે. આ ફિલ્મનું ડાયરેક્શન Atlee Kumarએ કર્યું છે. જવાન ફિલ્મ બાદ શાહરુખ ખાન ડાયરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીમાં પણ જોવા મળશે.
આ પણ વાંચો : Ek Zindagi Song Lyrics : અંગ્રેજી મીડિયમનું ફેમસ સોંગ ‘ એક જિંદગી’ ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો