ઈમરજન્સીમાં સતીશ કૌશિકની એન્ટ્રી, કંગનાની ફિલ્મમાં બનશે જગજીવન રામ
ફિલ્મ ઈમરજન્સીની (Emergency) સ્ટોરી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવનની આસપાસ ફરે છે. આ ફિલ્મ ખાસ કરીને તે સમયને દર્શાવશે જ્યારે દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી.
કંગના રનૌતની (Kangana Ranaut) ફિલ્મ ઈમરજન્સીમાં એક્ટર સતીશ કૌશિકનું (Satish Kaushik) નામ પણ જોડાઈ ગયું છે. સતીશ કૌશિક ઈમરજન્સી (Emergency) ફિલ્મમાં વિકાસના મસીહા કહેવાતા રાજનેતા જગજીવન રામનું પાત્ર ભજવતા જોવા મળશે. ફિલ્મનો સતીશ કૌશિકનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. જગજીવન રામ પૂર્વ રક્ષા મંત્રી રહી ચૂક્યા છે, પરંતુ તેઓ સ્વતંત્રતા સેનાની પણ હતા. ફિલ્મમાં સતીશ કૌશિકને જગજીવન રામના રોલમાં જોયા બાદ તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
કંગનાએ શેર કર્યો ઈમરજન્સીમાંથી સતીશ કૌશિકનો ફર્સ્ટ લુક
કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મમાંથી સતીશ કૌશિકનો ફર્સ્ટ લૂક રિલીઝ કરતાં લખ્યું – છેલ્લું, પરંતુ કોઈથી ઓછું નહીં… તમારી સામે પ્રસ્તુત છે ઈમરજન્સીમાં ટેલેન્ટેડ સતીશ કૌશિક, જગજીવન રામ તરીકે, જે બાબુજીના નામથી લોકપ્રિય છે. તેઓ ભારતીય રાજકીય ઈતિહાસમાં પ્રશંસનીય રાજનેતા હતા.
એક્ટ્રેસ કંગના જ નહીં, સતીશ કૌશિકે પણ તેનો ફર્સ્ટ લુક તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સતીશ કૌશિકે આ શેર કરતાં લખ્યું – કંગના રનૌત નિર્દેશિત ઈમરજન્સીમાં જગજીવન રામની ભૂમિકા ભજવવા માટે હું સન્માનિત છું, જેમને સૌથી દયાળુ અને સામાજિક ન્યાયના યોદ્ધા બાબુજી તરીકે પણ ઓળખવામાં આવે છે.
View this post on Instagram
આ સ્ટાર્સ પણ નિભાવશે ફિલ્મમાં મહત્તવના રોલ
સતીશ કૌશિક પહેલા કંગનાએ આ ફિલ્મના ઘણા બોલિવૂડ સ્ટાર્સના ફર્સ્ટ લુક્સ રિલીઝ કર્યા છે. એક્ટર શ્રેયસ તલપડે આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવશે. અનુપમ ખેર જયપ્રકાશ નારાયણના રોલમાં જોવા મળશે. આ સિવાય મહિમા ચૌધરી ફિલ્મ ઈમરજન્સીમાં પુપુલ જયકર, મિલિંદ સોમન ફિલ્ડ માર્શલ સેમ માનેકશોના રોલમાં જોવા મળશે.
તમને જણાવી દઈએ કે ફિલ્મ ઈમરજન્સીની સ્ટોરી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવનની આસપાસ ફરે છે. આ ફિલ્મ ખાસ કરીને તે સમયને દર્શાવશે જ્યારે દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં કંગના રનૌત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગનાએ માત્ર એક્ટિંગ જ નથી કરી પરંતુ આ ફિલ્મ કંગનાના નિર્દેશનમાં બની રહી છે.