AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંગકોકથી શરૂ થયું ડ્રગ્સ નેટવર્ક, પછી થઈ અમદાવાદ SOG ની એન્ટ્રી.. 7.97 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે ભાઈ-બહેન ઝડપાયા, જુઓ Video

અમદાવાદ SOGએ ચિલોડા નજીક 8 કરોડના 22.780 કિલો હાઈબ્રિડ ગાંજા સાથે પિતરાઈ ભાઈ-બહેન જીયા પ્રજાપતિ અને ચેતન પ્રજાપતિને ઝડપ્યા. બેંગકોકથી ભારતમાં ડ્રગ્સ લાવવાના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે.

બેંગકોકથી શરૂ થયું ડ્રગ્સ નેટવર્ક, પછી થઈ અમદાવાદ SOG ની એન્ટ્રી.. 7.97 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે ભાઈ-બહેન ઝડપાયા, જુઓ Video
Mihir Soni
| Edited By: | Updated on: Feb 12, 2026 | 10:00 PM
Share

અમદાવાદ SOGને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામે મોટી સફળતા મળી છે. ચિલોડા નજીક SOG ક્રાઇમે વેગનઆર કારને કોર્ડન કરી તપાસ કરતા 22.780 કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 7.97 થી 8 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ કેસમાં પોલીસે પિતરાઈ ભાઈ-બહેન જીયા ઉર્ફે જેસિકા પ્રજાપતિ અને ચેતન પ્રજાપતિની ધરપકડ કરી છે.

બેંગકોકથી શરૂ થયેલું આ ડ્રગ્સ નેટવર્ક

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી જીયા આ સમગ્ર ડ્રગ્સ સિન્ડિકેટની માસ્ટરમાઈન્ડ હતી. તેણે રાજસ્થાનના યુવકોની ગેંગ તૈયાર કરી હતી અને થાઈલેન્ડથી ભારત સુધી ડ્રગ્સ લાવવા માટે કેરિયર તૈયાર કરવામાં આવતા હતા. બેંગકોકથી શરૂ થયેલું આ ડ્રગ્સ નેટવર્ક અમદાવાદ સુધી ફેલાયેલું હોવાનું સામે આવ્યું છે.

SOGની તપાસ મુજબ જાન્યુઆરી મહિનામાં આ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો બેંગકોકથી ભારતમાં લાવવામાં આવ્યો હતો. જોકે મુંબઈ એરપોર્ટ પરથી ભુવનેશ નામનો આરોપી ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયો હતો અને હાલ તે જેલમાં છે. ભુવનેશને જેલમાંથી છોડાવવા માટે ફરીથી આ હાઈબ્રિડ ગાંજો વેચવાની યોજના બનાવવામાં આવી હતી.

‘જીયા’ હાઈબ્રિડ ગાંજો વેચવા માટે નીકળી હતી

પોલીસ મુજબ આરોપી જીયાએ અરમાન જોશી અને મિલન વઘાસિયા સામે શરત મૂકી હતી કે ભુવનેશને જેલમાંથી છોડાવવામાં આવશે ત્યારે જ બાકીનો ગાંજો આપવામાં આવશે. અરમાન અને મિલન દ્વારા તૈયારી દર્શાવવામાં આવતા ‘જીયા’ હાઈબ્રિડ ગાંજો વેચવા માટે નીકળી હતી, પરંતુ તે દરમિયાન SOGના હાથે ઝડપાઈ ગઈ હતી.

તપાસમાં વધુ ખુલાસો થયો છે કે જીયા અને મિલનની મુલાકાત અગાઉ થાઈલેન્ડમાં થઈ હતી. ત્યારબાદ બંને સંપર્કમાં આવ્યા અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સિન્ડિકેટ રચાયું. પિતરાઈ ભાઈ-બહેન જીયા અને ચેતન થાઈલેન્ડથી હાઈબ્રિડ ગાંજો મંગાવવા માટે કેરિયરો મોકલતા હતા.

75 હજાર રૂપિયા કેરિયર ને આપવામાં આવતા

એક કેરિયર માટે મિલન વઘાસિયા અને અરમાન જોશી પાસેથી 1.5 લાખ રૂપિયા લેવામાં આવતા હતા, જેમાંથી 75 હજાર રૂપિયા કેરિયર ને આપવામાં આવતા હતા. થાઈલેન્ડ જવા માટે કેરિયર ને 7500 થાઈ બાથ મળતા, જેમાંથી 4000 બાથ કેરિયર ને આપી બાકી રકમ આરોપીઓ રાખતા હતા. આ રીતે આંતરરાષ્ટ્રીય હેરાફેરીનું સુવ્યવસ્થિત નેટવર્ક ચલાવવામાં આવતું હતું.

આ ડ્રગ્સ સિન્ડિકેટમાં મિલન વઘાસિયા, અરમાન જોશી, ગોપાલ સોલંકી, ઉમેશ સોલંકી અને પ્રશાંત કલાલ સહિત કુલ 6 આરોપી હાલ ફરાર છે, જ્યારે ભુવનેશ જેલમાં બંધ છે. SOG ક્રાઇમે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે.

અમદાવાદમાં 6 મહત્વના બ્રિજના રિપેરિંગને મળી લીલી ઝંડી, જુઓ Video

Follow Us
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ
રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">