મિત્રને અલવિદા કહેતા રડી પડ્યા અનુપમ ખેર, જુઓ ઈમોશનલ Video
સતીશ કૌશિકના (Satish Kaushik) મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વર્સોવા ઘાટ પર લઈ જવામાં આવ્યો હતો. જે પછી તેમના અંતિમ સંસ્કાર થયા હતા. આ દરમિયાન તેમના ખાસ મિત્ર અનુપમ ખેરનો એક વીડિયો સામે આવ્યો છે. જે દરેકને ભાવુક કરી રહ્યો છે.
Anupam Kher Cried For Satish Kaushik: બોલિવુડના દિગ્ગજ કલાકાર સતીશ કૌશિકના અંતિમ સંસ્કાર થઈ ગયા છે. આવામાં તેમના નજીકના લોકો અને મિત્રોની હાલત ખરાબ છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેમના બેસ્ટ ફ્રેન્ડ અને એક્ટર અનુપમ ખેર રડતા જોવા મળી રહ્યા છે. મૃતદેહ જોઈને અનુપમ રડી રહ્યા છે. દરેક વ્યક્તિ તેમને જોઈને ભાવુક થઈ જાય છે. આ સિવાય બોલિવુડની ઘણી એવી હસ્તીઓ જોવા મળી હતી, જેમની આંખોમાં સતીશ કૌશિકને ગુમાવવાનું દુ:ખ જોવા મળ્યું હતું.
વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં અનુપમ રડતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બંનેની મિત્રતા 45 વર્ષ જૂની હતી. અંતિમ સંસ્કાર માટે એમ્બ્યુલન્સમાં બેઠેલા અનુપમને જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે. સેલેબ્સથી લઈને ફેન્સ સુધી દરેક લોકો દુખી છે. તમને જણાવી દઈએ કે સતીશ કૌશિકના મૃતદેહને મુંબઈના વર્સોવા શમસાન ઘાટ પર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
આ સાથે જ વધુ એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોતાની આંખોમાંથી સતત વહેતા આંસુને અનુપમ ખેર રોકી શકતા નથી. આજુ બાજુમાં બેઠેલા લોકો પણ ખૂબ જ ભાવુક છે. પરંતુ, અનુપમ ખેરની હાલત લોકો જોઈ શકતા નથી. તેમના મિત્રના જવાથી તે ખૂબ દુખી છે અને આવું હોય પણ કેમ નહીં, કારણ કે 45 વર્ષની મિત્રતા આંખો સામે ખોવાઈ જતી જોવાનું સરળ નથી.
View this post on Instagram
આ સાથે જ સલમાન ખાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે ખૂબ જ ભાવુક જોવા મળે છે. સલમાનની ભીની આંખો તે વાતનો ઈશારો કરે છે કે સતીશ કૌશિકના જવાથી તેને મોટો આંચકો લાગ્યો છે. 66 વર્ષની ઉંમરે બેસ્ટ એક્ટિંગ સ્ટારને ગુમાવવો એ ખરેખર ઈન્ડસ્ટ્રી માટે મોટો લોસ છે.
View this post on Instagram
આ પણ વાંચો : Satish Kaushik Death: સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા બોલિવુડ સ્ટાર્સ, જુઓ Video
તમને જણાવી દઈએ કે સતીશ કૌશિકના મૃત્યુના સમાચાર તેમના નજીકના મિત્ર અનુપમ ખેરે શેયર કર્યા હતા. તેને પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે “હું જાણું છું કે ‘મૃત્યુ આ દુનિયાનું છેલ્લું સત્ય છે!’ પરંતુ મેં ક્યારેય મારા સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું જીવતો હતો ત્યારે મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિક વિશે લખીશ.” 45 વર્ષની મિત્રતા પર આવો અચાનક પૂર્ણવિરામ! ઓમ શાંતિ!, તારા વિના જીવન પહેલા જેવું સરળ નહીં રહે. અભિષેક બચ્ચન અને શિલ્પા શેટ્ટી જેવા ઘણા કલાકારો શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. દિવંગત એક્ટરની વિદાયનું દુ:ખ દરેકની આંખોમાં સ્પષ્ટ દેખાતું હતું.