Satish Kaushik Death: સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા બોલિવુડ સ્ટાર્સ, જુઓ Video

Satish Kaushik Death: સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા બોલિવુડ સ્ટાર્સ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 8:32 PM

જાણીતા ઈન્ડિયન એક્ટર અને ડાયરેક્ટર સતીશ કૌશિકનું (Satish Kaushik Death) બુધવારે 66 વર્ષની ઉંમરે નિધન થયું છે. અનુપમ ખેરે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તેમના મિત્ર સતીશ કૌશિકના મૃત્યુની જાણકારી આપી હતી.

Satish Kaushik Death: દિવંગત એક્ટર સતીશ કૌશિકના નિધનથી સમગ્ર ફિલ્મ જગત શોકમાં છે. તેમના નિધનના કારણે ફેન્સ દુઃખી છે. એક્ટરનો મૃતદેહ એર એમ્બ્યુલન્સ દ્વારા એરપોર્ટ પર પહોંચ્યો હતો. જે બાદ તેને મુંબઈમાં તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. જ્યાં પહેલાથી જ ફિલ્મ સ્ટાર્સ હાજર હતા. સેલેબ્સથી લઈને ફેન્સ સુધી દરેક સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક્ટર અને કોમેડિયન જોની લીવર અભિનેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

બોલિવુડના ઘણા સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના અંતિમ દર્શન કરવા તેમના ઘરે પહોંચી રહ્યા છે. આ વીડિયોમાં સલમાન ખાન, રણબીર કપૂર અને અભિષેક બચ્ચન જોવા મળે છે. આ સિવાય કંગના રનૌત, અજય દેવગન, રિચા ચઢ્ઢા, રિતેશ દેશમુખ સહિત અન્ય કલાકારોએ ટ્વિટ કરીને સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય ઘણા લોકો તેમને અંતિમ વિદાય આપવા તેમના ઘરે પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો : Satish Kaushik Net worth: મોત બાદ આટલી સંપત્તિ છોડી ગયા અભિનેતા, જાણો તેમની નેટવર્થ વિશે તમામ માહિતી

હાર્ટ એટેકથી થયું મૃત્યુ

સતીશ કૌશિકના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. પોસ્ટમોર્ટમમાં તબીબોને તેના શરીર પર કોઈ નિશાન નહોતું મળ્યું. સતીશ કૌશિકનું ગતરોજ દિલ્હીમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

g clip-path="url(#clip0_868_265)">