AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha-Vijay Viral Video : સામંથા સાથે બેડરૂમમાં ઈન્ટિમેટ થયો વિજય દેવરકોંડા, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Samantha-Vijay Video: ફિલ્મ કુશીનો એક રોમેન્ટિક સીન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં વિજય દેવરકોંડા (Vijay Deverakonda) બેડરૂમમાં સામંથા (Samantha Ruth Prabhu) સાથે રોમેન્ટિક થતો જોવા મળે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વિજય અને સામંથા વચ્ચે જોરદાર રોમાન્સ અને કેમિસ્ટ્રી જોવા મળી રહી છે, વીડિયોમાં સામંથા અને વિજય એકબીજા સાથે ઈન્ટિમેટ સીન આપતા જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 7:35 PM
Share

વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને સામંથા રૂથ પ્રભુની (Samantha Ruth Prabhu) રોમેન્ટિક ફિલ્મ ‘કુશી’ 1 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ છે. બંનેને મોટા પડદા પર સાથે જોવા માટે ફેન્સ એક્સાઈટેડ હતા. ફિલ્મને ફેન્સ તરફથી પોઝિટીવ રિસપોન્સ મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મનો એક રોમેન્ટિક સીન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સામંથા સાથે બેડરૂમમાં રોમેન્ટિક થયો વિજય દેવરકોંડા

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વિજય અને સામંથા વચ્ચે જોરદાર રોમાન્સ અને કેમિસ્ટ્રી જોવા મળી રહી છે, વીડિયોમાં સામંથા અને વિજય એકબીજા સાથે ઈન્ટિમેટ સીન આપતા જોવા મળે છે. ફેન્સને બંનેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ઓન-સ્ક્રીન કપલે પોતાની કેમેસ્ટ્રીથી ફેન્સને ઈમ્પ્રેસ કર્યા છે.

ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર આ વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ ઓન-સ્ક્રીન કપલના ફેન્સ વખાણ કરી રહ્યા છે. ટ્વિટર પર આ ક્લિક શેર કરતી વખતે, એક યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે ‘બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.’ તમને જણાવી દઈએ કે કુશી પહેલા પણ વિજય દેવરકોંડા અને સામાંથા રૂથ પ્રભુએ મહાનતિમાં સાથે કામ કર્યું હતું. રિલીઝના પહેલા જ દિવસે ફેન્સ આ જોડીને હિટ ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: સામંથા રૂથ પ્રભુએ વિજય દેવરકોંડા સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, Video સોશિયલ મીડિયા પર થયો વાયરલ

ફિલ્મને મળી રહ્યો છે સારો રિસપોન્સ

તમને જણાવી દઈએ કે ફિલ્મ કુશી તમિલ, તેલુગુ, મલયાલમ, હિન્દી અને કન્નડ આ પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝના પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ રોમેન્ટિક ફિલ્મને સોશિયલ મીડિયા પર સારો રિસપોન્સ મળી રહ્યો છે. બંનેની લવસ્ટોરીની સાથે ફેન્સને ફિલ્મના તમામ ગીતો પણ પસંદ આવી રહ્યા છે. 30 કરોડના બજેટમાં વિજય અને સામંથાની આ ફિલ્મ તમિલમાં બની હતી, જેને ડબ કરીને થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">