AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kisi Ka Bhai Kisi Ki Jaan: સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર

Kisi Ka Bhai Kisi Ki Jaan Trailer:સલમાન ખાને તેની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનના ટ્રેલરની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. અભિનેતાએ એક મોશન પોસ્ટર શેર કર્યું છે.

Kisi Ka Bhai Kisi Ki Jaan: સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 4:09 PM
Share

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફેન ફોલોઈંગ એવી છે કે તેના ચાહકો તેની આગામી ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. લાંબા સમયથી સલમાન Kisi Ka Bhai Kisi Ki Jaanને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને પણ ઘણી ચર્ચા છે. જો તમે પણ સલમાન ખાનના ચાહકોમાંથી એક છો અને તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનની રાહ જોઈ રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે, તમારા માટે એક સારા સમાચાર છે. અભિનેતાએ તેની ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.

આ દિવસે ટ્રેલર રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું ટીઝર જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ફિલ્મના ઘણા ગીતો પણ રિલીઝ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર એક મોશન પોસ્ટ શેર કરતા, સલમાને કહ્યું છે કે, તેની ફિલ્મનું ટ્રેલર 10 એપ્રિલના રોજ રિલીઝ થવાનું છે.

સલમાન દ્વારા શેર કરવામાં આવેલા મોશન પોસ્ટરમાં, તે ખૂબ જ હેન્ડસમ લુકમાં હાથમાં છરી સાથે અને તેના લકી બ્રેસલેટને ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, 10 એપ્રિલે કિસી કા ભાઈ કિસી કી જાનનું ટ્રેલર.

ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે?

કિસી કા ભાઈ કિસી કી જાનની રિલીઝ ડેટની વાત કરીએ તો આ પહેલા આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી. જો કે, બાદમાં તેને ઈદ 2023 સુધી મુલતવી રાખવામાં આવી હતી. અને હવે આ ફિલ્મ 21 એપ્રિલથી સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. જો કે આ ફિલ્મમાં સલમાનની સાથે પૂજા હેગડે જોવા મળશે. બીજી તરફ બિગ બોસ ફેમ શહનાઝ ગિલ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ ફિલ્મમાં સલમાનની સાથે પૂજા હેગડે જોવા મળશે. બીજી તરફ બિગ બોસ ફેમ શહનાઝ ગિલ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યા છે.

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">