સલમાન-શાહરુખે ઘૂંટણ પર બેસીને આ મહિલા માટે ગાયું ગીત, Video થયો વાયરલ
સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાનનો (Shah Rukh Khan) એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને ઘૂંટણ પર બેસીને ગીત ગાઈ રહ્યાં છે. સલમાન અને શાહરુખનો આ વીડિયો જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.
Mumbai: બોલિવુડ ઈન્ડસ્ટ્રીના બે સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાન (Shah Rukh Khan) એકસાથે ઓછા જોવા મળે છે, પરંતુ જ્યારે પણ તેઓ દેખાય છે ત્યારે સ્ક્રીન પર કે સ્ટેજ પર ખૂબ જ ધૂમ મચાવે છે. હાલમાં જ બંને ફિલ્મ પઠાણમાં સાથે જોવા મળ્યા હતા, આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. બંને સુપરસ્ટારનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ગીત ગાઈ રહ્યા છે.
મમતા કે મંદિર કી હૈ તૂ સબ સે પ્યારી મૂરત
તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂરની માતા સુનીતા કપૂર માટે ગીત ગાઈ રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં સલમાન ખાને માઈક હાથમાં લીધું છે અને શાહરૂખ ખાન ઘૂંટણિયે બેસીને ગીત ગાઈ રહ્યો હોવાનુ જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાન સુનીતા કપૂરનો હાથ પકડેલો જોવા મળે છે. મમતા કે મંદિર કી તૂ સબસે પ્યારી મૂરત ભગવાન નજર આતા હૈ જબ દેખે તેરી સૂરત જબ જબ દુનિયા મૈં આયે તેરા હી આંચલ પાયે. આ સાથે શાહરૂખે તેનો આંચલ પણ પકડ્યો છે.
View this post on Instagram
(VC: Viral Bhayani Instagram)
ફેન્સ પણ કરી રહ્યા છે પસંદ
આ વીડિયો ફેન્સને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું છે કે સલમાન અને શાહરૂખને એક જ ફ્રેમમાં જોઈને હંમેશા મારા ફેસ પર સ્માઈલ આવે છે. આ ગીત સલમાન ખાન અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘કરણ અર્જુન’નું છે. આ ફિલ્મ વર્ષ 1995માં રીલિઝ થઈ હતી, ફેન્સ પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યાં છે અને વીડિયો શેર કરી રહ્યાં છે.
આ પણ વાંચો: Bollywood Famous Dialogues : બોલિવુડના આ એવરગ્રીન ડાયલોગ્સ, જે આજે પણ ફેન્સના દિલ પર કરે છે રાજ
ટાઈગર 3 માં શાહરુખનો કેમિયો
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં સલમાન ખાનના કેમિયોને લઈને ફેન્સ ખૂબ જ ખુશ હતા. ફિલ્મ પઠાણમાં બંને એકટર્સ સાથે જોવા મળ્યા હતા ત્યારે થિયેટરોમાં ઘણી સીટીઓ વાગી હતી. હવે શાહરૂખ ખાન સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 માં કેમિયો કરતો જોવા મળશે.