#SalmanKhan જાનથી મારી નાખવાની ધમકી મળતા સુરક્ષામાં વધારો, સોશિયલ મીડિયા પર લોકોનું રિએક્શન આવ્યું

|

Jun 06, 2022 | 5:43 PM

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જે બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 5 જૂને એટલે કે ગત રવિવારે સલમાન (SalmanKhan)ના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો હતો.

#SalmanKhan જાનથી મારી નાખવાની ધમકી મળતા સુરક્ષામાં વધારો, સોશિયલ મીડિયા પર લોકોનું રિએક્શન આવ્યું
SalmanKhan જાનથી મારી નાખવાની ધમકી મળતા સુરક્ષામાં વધારો
Image Credit source: Instagram

Follow us on

SalmanKhan : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાન (SalmanKhan )ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જે બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 5 જૂને એટલે કે ગત રવિવારે સલમાનના પિતા સલીમ ખાનને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં તેમને અને સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તે પત્રમાં લખવામાં આવ્યું હતું કે જે રીતે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા સાથે થયું તે જ રીતે સલમાન સાથે કરવામાં આવશે. આ પત્ર મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ હતી અને ગૃહ મંત્રાલયે સલમાન ખાનની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો હતો. આ સિવાય ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)ની એક ટીમ પણ અભિનેતાના ઘરે ગઈ હતી અને સમગ્ર મામલાની તપાસ કરી હતી.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

 

અહેવાલો અનુસાર, બાંદ્રા પોલીસે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. સલીમ ખાને ખુદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જે બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, જ્યારે સલીમ ખાનને આ ધમકીભર્યો પત્ર મળ્યો ત્યારે સલમાન ખાન આઈફા એવોર્ડ સમારોહમાં હાજરી આપવા માટે અબુ ધાબી ગયો હતો.

 

પોતાના ફેવરિટ એક્ટરને મારી નાખવાની ધમકીઓ સાંભળ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ થઈ ગયા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ચાલો એક નજર કરીએ કેટલીક પસંદગીની ટ્વીટ્સ પર…

 

 

તમને જણાવી દઈએ કે પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવી છે. વર્ષ 2018માં આ જ ગેંગે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. આવી સ્થિતિમાં આ વખતે પણ આ જ ગેંગ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

Next Article