Rupankar Bagchi on KK : બંગાળના ગાયક રૂપંકર બાગચીએ સિંગર કેકે પર આપ્યુ વિવાદાસ્પદ નિવેદન, જાનથી મારી નાખવાની ધમકી મળી

ગાયક કેકેના (Singer KK) મૃત્યુ બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જો કે રૂપંકરે પોતાના વીડિયો અંગે પણ સ્પષ્ટતા કરી છે. તેમનું કહેવું છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

Rupankar Bagchi on KK : બંગાળના ગાયક રૂપંકર બાગચીએ સિંગર કેકે પર આપ્યુ વિવાદાસ્પદ નિવેદન, જાનથી મારી નાખવાની ધમકી મળી
Rupankar bagchi on singer kkImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 6:20 PM

પ્રખ્યાત ગાયક કેકે (Singer KK Death) હવે આપણી વચ્ચે નથી. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ પોતાની રીતે કેકેને યાદ કરી રહ્યા છે. KKના ચાહકોની આંખો ભીની છે. એક તરફ જ્યાં દરેક ગાયકને પોતપોતાની રીતે યાદ કરી રહ્યા છે. અત્યારે એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બંગાળી ગાયક રૂપંકર બાગચીનો (Rupankar Bagchi) છે, જેમાં તે કેકે પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતો જોવા મળે છે. જોકે, આ વિવાદાસ્પદ ટીપ્પણી રૂપંકરના ગળામાં ફાંસો બની ગઈ છે. આ વીડિયો વાયરલ થયા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી છે.

આનંદબજારના એક અહેવાલ મુજબ, રૂપંકરે વીડિયો શેર કર્યો ત્યારથી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને રૂપંકર અને તેની પત્ની ચૈતાલીએ ધમકીઓ સામે પોલીસમાં કેસ નોંધાવવાનું નક્કી કર્યું છે.

કેસ વિશે વિગતવાર જાણો?

તમને જણાવી દઈએ કે કોલકાતામાં કોન્સર્ટ પહેલા કેકેએ તેના સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને કહ્યું હતું કે તે બંગાળની રાજધાનીમાં લાઈવ પરફોર્મ કરવા જઈ રહ્યો છે. આ સમાચાર દરેક જગ્યાએ પહોંચતા જ બધા સિંગર કેકે વિશે વાત કરવા લાગ્યા. આ ચર્ચા રૂપંકર બાગચીના કાનમાં પણ પડી, જે પછી કેકેના મૃત્યુના એક દિવસ પહેલા 30 મેના રોજ તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો જેમાં તેણે કેકે વિશે મોટું નિવેદન આપ્યું.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

રૂપંકર બાગચીએ તેમના નિવેદનમાં કહ્યું- તેમના ગીતો સાંભળ્યા પછી, મને સમજાયું કે આપણે બધા કેકે કરતા વધુ સારા ગાઈએ છીએ. શા માટે આટલો બધો હાઇપ છે? દરેક વ્યક્તિ KK… KK… KK… કોણ છે? મેં જે ગાયકોનો ઉલ્લેખ કર્યો છે તેમાંથી કેટલાક કોઈપણ પ્રકારના પ્રદર્શનમાં કેકે કરતા વધુ સારા છે. બોમ્બે વિશે આટલી ઉત્સુકતા શા માટે છે? દક્ષિણ ભારત, પંજાબ, ઓડિશા અને બંગાળીઓને પણ જુઓ.

ગાયક કેકેના મૃત્યુ બાદ બાબત ગરમાઈ હતી. જો કે રૂપંકરે પોતાના વીડિયો અંગે પણ સ્પષ્ટતા કરી છે. તેમનું કહેવું છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. TOI દ્વારા અહેવાલ મુજબ, રૂપંકરે કહ્યું કે હું ભુવનેશ્વરમાં હતો અને મારી ફ્લાઇટ લેન્ડ થયા પછી મને આ સમાચારની જાણ થઈ. આ ખૂબ જ કમનસીબ અને આઘાતજનક સમાચાર છે. તેમના દ્વારા ફેસબુક પર કેકે માટે કરવામાં આવેલી ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">