આરઆરઆરના ફેન્સ માટે ગુડ ન્યૂઝ, સિક્વલને લઈને એસ એસ રાજામૌલીએ કરી આ મોટી જાહેરાત
ફિલ્મ આરઆરઆર (Film RRR) રિલીઝ થતાં જ ફેન્સ આ ફિલ્મની સિક્વલની માંગ કરી રહ્યા હતા. પરંતુ આ વિશે કોઈ કન્ફર્મેશન મળ્યું ન હતું. રાજામૌલીએ હાલમાં જણાવ્યું હતું કે તે હવે આરઆરઆરના બીજા ભાગ પર કામ કરી રહ્યો છે. તેની વાર્તાને લઈને રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
એસએસ રાજામૌલીની વર્ષ 2022માં રિલીઝ થયેલી મેગા બજેટ ફિલ્મ આરઆરઆર એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી અને રેકોર્ડબ્રેક ઓપનિંગ કરી હતી. 10 મહિના પછી પણ જુનિયર એનટીઆર અને રામ ચરણની આ ફિલ્મ હજુ પણ લોકપ્રિય ફિલ્મોમાંની એક છે. હવે આ ફિલ્મની સિક્વલને લઈને નિર્દેશક એસએસ રાજામૌલીએ મોટી જાહેરાત કરી છે. રાજામૌલીએ હાલમાં જણાવ્યું હતું કે તે હવે આરઆરઆરના બીજા ભાગ પર કામ કરી રહ્યો છે. તેની વાર્તાને લઈને રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
રાજામૌલીના પિતા લખશે વાર્તા
રાજામૌલીની અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મની વાર્તા પણ તેના પિતા કેવી વિજેન્દ્ર પ્રસાદ લખવાના છે. તમને જણાવી દઈએ કે હાલમાં બાહુબલી મેકર્સ જાપાનમાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. આ પ્રમોશન દરમિયાન તેણે આરઆરઆરની સિક્વલ વિશે આ રસપ્રદ વાતો કહી. તેમને કહ્યું કે તેના પિતા હંમેશા તેની ફિલ્મોની વાર્તા લખતા આવ્યા છે. બંનેએ આરઆરઆર 2 વિશે પણ ચર્ચા કરી છે. પરંતુ તેણે આ વાત પર વધુ જાણકારી આપી ન હતી.
અહીં જુઓ આરઆરઆરનું ટ્રેલર
ફેન્સની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય?
તમને જણાવી દઈએ કે આરઆરઆર રિલીઝ થતાની સાથે જ ફેન્સ આ ફિલ્મની સિક્વલની માંગ કરી રહ્યા હતા. પરંતુ આ વિશે કોઈ કન્ફર્મેશન મળ્યું ન હતું. ફેન્સને ફિલ્મની વાર્તા અને એક્શન તેમજ રામ ચરણ અને જુનિયર એનટીઆર વચ્ચેની મિત્રતાની સ્ટોરી ખૂબ જ પસંદ આવી હતી. બ્રિટિશ યુગની આ વાર્તામાં ઘણા રસપ્રદ ટ્વિસ્ટ જોવા મળે છે.
કોરોનાને કારણે ઘણી વખત પોસ્ટપોન થઈ આ ફિલ્મ
તમને જણાવી દઈએ કે આ ફિલ્મને 2020માં રિલીઝ કરવાનો પ્લાન હતો, પરંતુ કોરોનાને કારણે આ ફિલ્મની રિલીઝ ઘણી વખત મોકૂફ રાખવામાં આવી હતી. 2020 પછી 2022માં રિલીઝ થઈ. હવે સિક્વલમાં ફેન્સ આ જોડીને ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે.