ઓસ્કારની રેસમાં ‘RRR’ની એન્ટ્રી, 14 કેટેગરીમાં મેકર્સે નોંધાવ્યું નામ

|

Oct 06, 2022 | 4:52 PM

ડાયરેક્ટર એસ.એસ રાજામૌલીની (SS Rajamouli) ફિલ્મ આરઆરઆર દેશ-વિદેશમાં ધૂમ મચાવીને ફરી એકવાર ચર્ચામાં છે. સુપરહિટ ફિલ્મ આરઆરઆર (RRR) એ ઓસ્કારની રેસમાં એન્ટ્રી કરી લીધી છે.

ઓસ્કારની રેસમાં RRRની એન્ટ્રી, 14 કેટેગરીમાં મેકર્સે નોંધાવ્યું નામ
RRR

Follow us on

સાઉથના ડાયરેક્ટર એસએસ રાજામૌલીની (SS Rajamouli) ફિલ્મ આરઆરઆરના (RRR) ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રામ ચરણ અને જુનિયર એનટીઆરની આરઆરઆરને બોક્સ ઓફિસ પર જબરદસ્ત રિસપોન્સ મળ્યા બાદ હવે આ ફિલ્મે વધુ એક મોટો ધમાકો કર્યો છે. સાઉથની આ ફિલ્મ ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા એવો રિપોર્ટ સામે આવ્યો હતો કે આ ફિલ્મને ઓસ્કારમાં એન્ટ્રી મળી નથી. આ સાંભળ્યા પછી ફેન્સ નિરાશ થઈ ગયા હતા. પણ હવે નિરાશ થવા જેવું કંઈ નથી. એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરએ તેનું નામ નવી પરંતુ ઘણી કેટેગરીમાં નોંધાવ્યું છે.

આ સમાચાર સામે આવ્યા બાદ રામ ચરણ અને જુનિયર એનટીઆરના ફેન્સ ખૂબ જ ખુશ છે. મળતી જાણકારી મુજબ આરઆરઆર ને 14 અલગ અલગ કેટેગરી માટે પસંદ કરવામાં આવી છે. તો ચાલો તમને જણાવીએ કે કઈ કેટેગરી માટે ફિલ્મનું નામ પસંદ કરવામાં આવ્યું છે.

  • બેસ્ટ પિક્ચર – ડિવિવ દનચ્યા
  • બેસ્ટ નિર્દેશક – એસએસ રાજામૌલી
  • ઓરિજિનલ સ્ક્રીનપ્લે – રાજામૌલી અને વી વિજયેન્દ્ર પ્રસાદ
  • લીડ એક્ટર – જુનિયન એનટીઆર અને રામચરણ
  • સપોર્ટિંગ એક્ટર – અજય દેવગન
  • સપોર્ટિંગ એક્ટ્રેસ – આલિયા ભટ્ટ

આ સિવાય ફિલ્મ આરઆરઆરને બેસ્ટ પ્રોડક્શન, એડિટિંગ સિનેમેટોગ્રાફી સહિત અન્ય ઘણી કેટેગરી માટે પસંદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મને વિદેશમાં જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે. એલએમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખવામાં આવ્યું હતું. એસએસ રાજામૌલીની આ ફિલ્મને જાપાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ફિલ્મને ભારત તરફથી ઓસ્કાર 2023 માટે પસંદ કરવામાં આવી હતી. આરઆરઆરના નામનું એનાઉન્સમેન્ટ ન થતાં ફિલ્મના તમામ ફેન્સ ખૂબ જ નિરાશ થયા હતા. બધાએ ટ્વિટર પર પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જેણે પણ સાઉથની આ ફિલ્મ જોઈ છે, દરેક તેના વખાણ કરતા થાકતા નથી. રાજામૌલીએ તેમની ફિલ્મમાં હિન્દી સંસ્કૃતિને લોકો વચ્ચે ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે. જુનિયર એનટીઆરએ ફિલ્મમાં કોમારામ ભીમનું પાત્ર ભજવ્યું હતું. ત્યારે રામ ચરણે અલ્લુરી સીતારામ રાજુનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

Next Article