AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સલમાન ખાને ઉઠાવ્યો આયુષ શર્માની ત્રીજી ફિલ્મ પરથી પડદો, સાઉથ એક્શન મોડમાં જોવા મળ્યો એક્ટર

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાને તેના નાના બનેવી અને એક્ટર આયુષ શર્માની (Ayush Sharma) અપકમિંગ ફિલ્મનું ટીઝર શેયર કર્યું છે. આયુષ શર્મા ટૂંક સમયમાં તેની અનટાઈટલ ફિલ્મ સાથે ફરીથી સ્ક્રીન પર જોવા મળશે.

સલમાન ખાને ઉઠાવ્યો આયુષ શર્માની ત્રીજી ફિલ્મ પરથી પડદો, સાઉથ એક્શન મોડમાં જોવા મળ્યો એક્ટર
Salman Khan And Ayush Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 3:20 PM
Share

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) મિત્રો માટે મિત્ર અને દુશ્મન માટે દુશ્મન તરીકે ઓળખાય છે. એક્ટર્સ હંમેશા યંગ સ્ટાર્સને સપોર્ટ કરતા જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં તે પોતાના બનેવી આયુષ શર્માને (Ayush Sharma) સપોર્ટ કરવામાં કેવી રીતે પાછળ રહી શકે. લવ યાત્રી, અંતિમ ધ ફાઈનલ ટ્રુથ જેવી ફિલ્મો પછી આયુષ શર્મા હવે તેની ત્રીજી ફિલ્મ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. એક્ટરે તેની અપકમિંગ અનટાઈટલ ફિલ્મનું ટીઝર શેયર કર્યું છે. વિજયાદશમીના અવસર પર આયુષે ફિલ્મનો પોતાનો ફર્સ્ટ લુક પણ તેના ફેન્સ સાથે શેયર કર્યો છે.

આયુષ શર્માએ તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ટીઝર શેયર કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેયર કરતા એક્ટરે લખ્યું, “કેટલાક લોકો માટે રાજા, કેટલાક માટે એક રાક્ષસ, કેટલાક માટે સારો, તો કેટલાક માટે ખરાબ, હું કોણ છું ? આયુષ શર્માની પોસ્ટ પછી, સુપરસ્ટાર સલમાન ખાને પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના નાના બનેવીની અપકમિંગ ફિલ્મનું ટીઝર શેયર કર્યું છે.

સલમાન ખાને ફિલ્મનું ટીઝર શેયર કરતી વખતે આયુષને શુભકામનાઓ આપી છે. જેના પર કોમેન્ટ કરતા આયુષે તેમનો આભાર માન્યો છે. ટીઝર વિશે વાત કરીએ તો, એક્ટરે આ પહેલા આટલું ભયાનક પાત્ર ભજવ્યું ન હોત. ટીઝરમાં આયુષ શર્મા રાતના અંધારામાં જંગલની વચ્ચે પોતાના હથિયારથી લોહીલુહાણ કરતો જોવા મળે છે.

ટીઝરમાં જોઈ શકાય છે કે આયુષ શર્મા ગાઢ જંગલની વચ્ચે જબરદસ્ત એક્શન કરતો અને તેના એબ્સ ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે તે એક્શન બાદ પોતાના માથા પર તાજ રાખતો પણ જોવા મળે છે. આ અનટાઈટલ ફિલ્મનું ટીઝર આયુષ શર્માએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેયર કર્યું છે. ટીઝરમાં એક્ટરની ફિટનેસ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. આ ફિલ્મ જોયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે મેકર્સે ફિલ્મમાં સાઉથ સિનેમાના ટ્રેન્ડને ફોલો કર્યો છે. પરંતુ આ ફિલ્મ સાથે જોડાયેલી વિગતો હજુ સામે આવી નથી, પરંતુ આયુષ શર્માની માઈથો મોડર્ન એક્શન એડવેન્ચર વર્ષ 2023માં રિલીઝ થશે.

બોલિવૂડ એક્ટર આયુષ શર્માએ આ ફિલ્મ પર વાત કરતા કહ્યું, “AS03 એક ખૂબ જ ખાસ ફિલ્મ છે, જે એક શાનદાર કોન્સેપ્ટ સાથે આવે છે, જે તરત જ મારી સાથે જોડાઈ ગઈ છે. આ એક ખૂબ જ અનોખી, રસપ્રદ અને રોમાંચક ફિલ્મ છે, જેમાં એક બેસ્ટ વિઝન અને કોન્સેપ્ટ રજૂ કરવા માટે એક ખૂબ જ સ્કિલ્ડ ટીમ પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપવા માટે કામ કરી રહી છે. હું દરરોજ તેના પર કામ કરીને સરપ્રાઈઝ છું, અને દર્શકો દ્વારા આ દુનિયાને એક્સપ્લોર કરવા માટે એક્સાઈટેડ છું.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">