AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niharika Tiwari: રોડીઝની નિહારિકાને કનૈયાલાલની જેમ ગળું કાપી નાખવાની મળી ધમકી

પ્રખ્યાત રિયાલિટી ટીવી શો રોડીઝમાં ભાગ લેનારી નિહારિકા તિવારીને (Niharika Tiwari) ઉદયપુરના કનૈયાલાલની જેમ ગળું કાપી નાખવાની ધમકીઓ મળી રહી છે. એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલીને ધમકી આપી છે.

Niharika Tiwari: રોડીઝની નિહારિકાને કનૈયાલાલની જેમ ગળું કાપી નાખવાની મળી ધમકી
નિહારિકાને મળી ધમકી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 9:44 AM
Share

પ્રખ્યાત રિયાલિટી ટીવી શો રોડીઝની (TV show Roadies) ભૂતપૂર્વ સ્પર્ધક નિહારિકા તિવારીને (Niharika Tiwari) ઉદયપુરના કનૈયાલાલની જેમ ગળું કાપી નાખવાની ધમકીઓ મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ યુઝર્સે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો છે કે, તમે કાઉન્ટડાઉન શરૂ કરો, હવે તમારો વારો છે. વાસ્તવમાં નિહારિકાએ એક વીડિયો પોસ્ટ કરીને ઉદયપુરની (Udaipur) ઘટનાની નિંદા કરી હતી. ત્યારથી તેમને આવી ધમકીઓ મળવા લાગી છે. સાથે જ ભિલાઈના એક યુવકને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

હાલ ઈન્ડોનેશિયામાં છે નિહારિકા

નિહારિકા તિવારી છત્તીસગઢના દંતેવાડા જિલ્લાની છે. હાલમાં તે શૂટિંગ માટે ઈન્ડોનેશિયામાં છે. નિહારિકાએ દૈનિક ભાસ્કર સાથે ફોન પર વાત કરી અને તેને મળી રહેલી ધમકીઓ વિશે જણાવ્યું. એક્સ રોડીઝે કહ્યું કે, એવા ઘણા ઓછા ઇન્સ્ટાગ્રામ પ્રભાવકો છે. જેઓ ખુલ્લેઆમ આવી સમસ્યાઓ વિશે વાત કરે છે. ઉદયપુરની ઘટના નિંદનીય હતી. તેથી જ મેં સોશિયલ મીડિયા પર વાત કરી. મેં કંઈ ખોટું નથી કહ્યું. મેં નુપુર શર્માનો પક્ષ લીધો ન હતો, માત્ર દરજી કન્હૈયાલાલની જે રીતે હત્યા કરવામાં આવી હતી તેનો વિરોધ કર્યો હતો.

નિહારિકાએ વીડિયો પોસ્ટ કરીને આ વાત કહી હતી…

નિહારિકાએ થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે. આપણા વડાપ્રધાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે, શું આ સાચું છે? આપણે હિન્દુઓ ભગવાન શિવનું નામ લઈને કોઈનું ગળું કાપતા નથી. શિવ માટે કોઈ હિન્દુએ કોઈની હત્યા કરી હોય તેવું ક્યારેય સાંભળ્યું નથી. જો અમારી શિવલિંગની મજાક ઉડશે તો અમને પણ ગુસ્સો આવશે.

નૂપુરને સસ્પેન્ડ કરવામાં આવી, પરંતુ જેઓ આપણા શિવજી વિશે ખોટું બોલ્યા તેનું શું?

આવી ધમકી આપી હતી

ઈન્સ્ટાગ્રામમાં નિહારિકાને અલગ-અલગ આઈડી પરથી ધમકીઓ મળી છે. કેટલાક યુઝર્સે કહ્યું કે, તારૂ ગળું પણ આ રીતે કપાઈ જશે, તું ઊભી રે. એક યુઝરે કહ્યું, ગણતરી શરૂ કરી દે. જે તારૂં કામ છે તેના પર ધ્યાન દે. એક યુઝરે લખ્યું કે, આને પણ 4 ખભા પર લઈ જાઓ. જો કે, ઘણાએ નિહારિકાને પણ સમર્થન આપ્યું છે. કહ્યું અમે તમારી સાથે છીએ. તો ઘણાએ પોતાનું ધ્યાન રાખવાની સલાહ આપી છે.

અહીં સતત મળી રહેલી ધમકીઓને લઈને નિહારિકાએ કહ્યું કે, હું આ બધી બાબતોથી ડરવાની નથી. તેને જે કહેવું હોય તેને કહેવા દો.

યુવકે નોંધાવી FIR

ભિલાઈના એક યુવકને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. નુપુર શર્માના સમર્થનમાં 22 વર્ષના યુવક રાજા જગતે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ પછી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે યુવકે FIR નોંધાવી છે.

ઉદયપુરની ઘટનાના વિરોધમાં છત્તીસગઢ બંધ

રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલ દરજીની ઘાતકી હત્યાના વિરોધમાં છત્તીસગઢમાં હિન્દુ સંગઠનોએ શનિવારે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું હતું. બંધના એલાનને પગલે આજે મોટા શહેરોમાં મોટાભાગની દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ રહી હતી. આવશ્યક સેવાઓને બંધમાંથી બાકાત રાખવામાં આવી હતી. રાજધાની રાયપુર સહિત કેટલાક શહેરોમાં શાળાઓ અને કોલેજો બંધ રહી હતી અને વિવિધ સ્થળોએ જાહેર પરિવહન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">