AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મારા ખરાબ સમયમાં તેણે… રિતેશ દેશમુખે તેની પત્ની વિશે કેમ આવ્યું કહ્યું? જુઓ Video

રિતેશ દેશમુખ અને જેનેલિયાનો એક રમૂજી વીડિયો વાયરલ થયો છે, જેમાં રિતેશ જેનેલિયા પ્રત્યેના પ્રેમનું કારણ મસ્તીભર્યા અંદાજમાં જણાવે છે.

મારા ખરાબ સમયમાં તેણે... રિતેશ દેશમુખે તેની પત્ની વિશે કેમ આવ્યું કહ્યું? જુઓ Video
| Updated on: Aug 27, 2026 | 4:37 PM
Share

બોલિવૂડના સૌથી લોકપ્રિય અને મસ્તીખોર કપલ્સમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખનું નામ સૌથી આગળ આવે છે. બંનેની શાનદાર કેમેસ્ટ્રી માત્ર ફિલ્મોમાં જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ ચાહકોનું દિલ જીતી લે છે. બંને અવારનવાર એકબીજાની મજાક કરતા, ચીડવતા અને રમૂજી વીડિયો શેર કરતા જોવા મળે છે. હવે તેમનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. રિતેશ કહે છે, “હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું.” શરૂઆતમાં આ વાત સાંભળીને બધું એકદમ રોમેન્ટિક લાગે છે, પરંતુ પછી રિતેશ જે કારણ જણાવે છે તે સાંભળીને હસવું આવી જાય છે.

રિતેશ વીડિયોમાં કહે છે, “હું મારી પત્નીને પ્રેમ કરું છું, તેને ખૂબ પ્રેમ કરું છું. તેણે હંમેશા મારા ખરાબ સમયમાં મારો સાથ આપ્યો છે…” જોકે, આટલું કહીને તે તરત જ ઉમેરે છે, “કારણ કે એ ખરાબ સમય તેના કારણે જ આવ્યો હતો!”

રિતેશની આ વાત સાંભળીને જેનેલિયાની પ્રતિક્રિયા વીડિયાનો સૌથી રમૂજી ભાગ બની ગઈ છે. તેના ચહેરાના હાવભાવ જોઈને સ્પષ્ટ થાય છે કે રિતેશની મજાક તેને બિલકુલ અપેક્ષિત નહોતી. સોશિયલ મીડિયા પર ચાહકો પણ આ કપલની જબરદસ્ત કેમેસ્ટ્રી અને રમૂજી અંદાજના વખાણ કરી રહ્યા છે.

ઘણા યુઝર્સે બંનેને “બેસ્ટ કપલ” ગણાવ્યા છે, જ્યારે કેટલાકે જેનેલિયાના ક્યૂટ રિએક્શનની પ્રશંસા કરી છે. જોકે, રિતેશ અને જેનેલિયા વચ્ચેની આવી મસ્તી તેમના ચાહકો માટે નવી વાત નથી. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજાની મજાક કરતા અને હળવા-ફૂલકા અંદાજમાં કટાક્ષ કરતા જોવા મળે છે.

રિતેશ અને જેનેલિયાની પ્રેમકથા પણ ખૂબ ખાસ રહી છે. બંને પહેલી વાર ફિલ્મ ‘તુઝે મેરી કસમ’ ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. ત્યાંથી શરૂ થયેલી મિત્રતા ધીમે-ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 3 ફેબ્રુઆરી, 2012ના રોજ લગ્ન કર્યા.

આજે બંને બે બાળકો, રિયાન અને રાહિલના માતા-પિતા છે. લગ્નના વર્ષો બાદ પણ રિતેશ અને જેનેલિયા વચ્ચેનો પ્રેમ, મિત્રતા અને મસ્તીભર્યો સંબંધ ચાહકોને ખૂબ પસંદ આવે છે. કદાચ એટલે જ તેમનો દરેક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે.

નેપાળમાં ફ્લેશ ફ્લડ વચ્ચે ગુજરાતીઓ ફસાયા, 12 ગુમ વ્યક્તિઓની યાદી જાહેર કરી

Follow Us
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
g clip-path="url(#clip0_868_265)">