રિયા ચક્રવર્તીએ ખાસ અંદાજમાં ઉજવ્યો ભાઈ શોવિકનો જન્મદિવસ, તસ્વીરો શેર કરીને લખ્યો આ સંદેશ

રિયા ચક્રવર્તીએ ભાઈ શોવિકના જન્મદિવસ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. તેણે શોવિક સાથે એક તસવીર શેર કરીને એક ખાસ મેસેજ પણ લખ્યો છે.

રિયા ચક્રવર્તીએ ખાસ અંદાજમાં ઉજવ્યો ભાઈ શોવિકનો જન્મદિવસ, તસ્વીરો શેર કરીને લખ્યો આ સંદેશ
Rhea Chakraborty shared a post on her brother Showik Chakraborty’s birthday

બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની ફિલ્મ ચેહરે (Chehre) થિયેટરોમાં રિલીઝ થઈ છે અને રિયા સોશિયલ મીડિયા પર ફિલ્મનો પ્રચાર કરી રહી છે. સુશાંતના મૃત્યુ બાદ રિયાએ પોતાની જાતને સોશિયલ મીડિયાથી દૂર કરી લીધી હતી. હવે રિયાએ તેના ભાઈ શોવિકના (Showik Chakraborty) જન્મદિવસ નિમિત્તે એક ખાસ પોસ્ટ શેર કરી છે.

રિયાએ તેના પ્રિય ભાઈ શોવિકનો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો છે અને સાથે સાથે એક ખૂબ જ સુંદર પોસ્ટ પણ શેર કરી છે. તેણે શોવિકને ગળે લગાવતા હિંચકા પર બેસીને વીડિયો શેર કર્યો અને લખ્યું – હેપી બર્થ ડે માય એવરીથિંગ. મારા યોદ્ધા, હું તને ખૂબ પ્રેમ કરું છું. આ સાથે રિયાએ હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યા.

આ સિવાય તેણે શોવિક સાથે બીજી તસવીર શેર કરી છે. જેમાં બંને ભાઈ – બહેન ખુરશી પર બેઠા છે અને શોવિક રિયાના હાથ પર કિસ કરી રહ્યો છે. આ ફોટો સાથે રિયાએ લખ્યું – માય. અને શોવિકને પણ ટેગ કર્યા.

Rhea Chakraborty shared a post on her brother’s birthday

Rhea Chakraborty shared a post on her brother’s birthday

રક્ષાબંધન પર પણ તસવીર શેર કરી હતી

રિયા ચક્રવર્તીએ રક્ષાબંધનના ખાસ પ્રસંગે ભાઈ શોવિકને ગળે લગાવતી તસવીર શેર કરી હતી. જે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સુશાંતના મૃત્યુ બાદ પ્રથમ વખત રિયાએ શોવિક સાથેની તસવીર શેર કરી હતી.

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા ચક્રવર્તી અને તેના પરિવારનું જીવન સરળ નથી રહ્યું. આ કેસમાં રિયા અને તેના ભાઈ શોવિકની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર સુશાંતને ડ્રગ્સ આપવાનો આરોપ હતો. જેના કારણે NCB એ તેમની સામે ઘણા આરોપો લગાવ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી. આ કેસમાં રિયા અને શોવિક બંને લગભગ 1 મહિના સુધી જેલમાં હતા. ત્યારથી તે જામીન પર બહાર છે.

જેલમાંથી બહાર આવ્યા બાદ રિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહી છે. તેણીને શહેરમાં ઘણી જગ્યાએ જોવામાં આવે છે. જે બાદ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. રિયા પોતાનું જીવન પહેલાની જેમ સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તેને ઘણી ફિલ્મો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. તે હાલમાં ઘણી સ્ક્રિપ્ટો વાંચી રહી છે.

રિયાની ફિલ્મ ચેહરે થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન રૂમી જાફરીએ કર્યું છે.

 

આ પણ વાંચો: કપિલના જોક્સ પર ભારતીય મહિલા હોકી ટીમના શાનદાર જવાબ, આ ગોલ સામે કપિલની ટાઈટાઈ ફિસ!

આ પણ વાંચો: ગહના વશિષ્ઠ સાથે આ શું થયું? ફોટો શેર કરીને અભિનેત્રીએ પોલીસ પર લગાવ્યા આવા ગંભીર આરોપો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati