Raksha Bandhan Trailer Review: દહેજના મુદ્દાને ખૂબ જ સરળતાથી ઉઠાવે છે અક્ષય કુમારની આ ફિલ્મ, ઈમોશનથી ભરપૂર છે વાર્તા

|

Jun 21, 2022 | 9:44 PM

આ ફિલ્મમાં (Raksha Bandhan) દહેજના મુદ્દાને લગ્નના માધ્યમથી ખૂબ જ સરળતાથી ઉઠાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેના માટે ફિલ્મના નિર્માતા અને લેખકની પ્રશંસા કરવી પડશે. તેમણે આ ફિલ્મની વાર્તા માટે લોકેશનની પસંદગીમાં પણ ખૂબ જ સારી કરી છે.

Raksha Bandhan Trailer Review: દહેજના મુદ્દાને ખૂબ જ સરળતાથી ઉઠાવે છે અક્ષય કુમારની આ ફિલ્મ, ઈમોશનથી ભરપૂર છે વાર્તા
Raksha-Bandhan

Follow us on

અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ ‘રક્ષા બંધન’ (Raksha Bandhan) ઘણા સમયથી ચર્ચામાં છે. ફરી એકવાર અક્ષય કુમાર દર્શકોને રીઝવવા આવી રહ્યો છે. અક્ષય કુમારની આ ત્રીજી ફિલ્મ છે, જે આ વર્ષે રિલીઝ થઈ રહી છે. પરંતુ તેની અગાઉની બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરી શકી નથી, પરંતુ હવે તેને તેની આગામી ફિલ્મ ‘રક્ષા બંધન’થી ઘણી આશાઓ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જે ખૂબ સરસ દેખાય રહ્યું છે. આ ટ્રેલરમાં ભાઈ-બહેનના સંબંધને ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવ્યો છે.

બેસ્ટ ક્વોટથી શરૂ થાય છે ફિલ્મનું ટ્રેલર

ફિલ્મનું ટ્રેલર બે લાઈનથી શરૂ થાય છે, જેમાં એક ક્વોટ લખવામાં આવ્યો છે. ક્વોટમાં કહેવાયું છે કે ‘ક્યારેક ભાઈ બનવું સારું છે સુપરહીરો બનવા કરતાં.’ આ પછી ભૂમિ પેડનેકરનો અવાજ આવે છે. તે અક્ષય કુમારને કહે છે કે હું નાનપણથી જ તારી સાથે લગ્ન કરવાની રાહ જોઈ રહી છું પણ તારી બહેનોની સામે તું કંઈ જોતો નથી. મને કહો કે તમે જાન લઈને ક્યારે આવશો મારા ઘરે? આ વિશે અક્ષય કહે છે કે મારી બહેનોના લગ્ન થતાં જ હું તને લઈ જઈશ. આ સાંભળીને ભૂમિ હસી પડે છે અને કહે છે કે તેમના લગ્ન? જે પછી ખરી લડાઈ શરૂ થાય છે. જ્યાં કેટલાક સમોસા માટે ત્રણ બહેનો એકબીજા સાથે લડતી બતાવવામાં આવી છે અને અક્ષય ત્યાં બીજી એક બહેન સાથે બેસીને બધું જોઈ રહ્યો છે.

અહીં જુઓ ફિલ્મ રક્ષાબંધનનું ટ્રેલર

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ફિલ્મની વાર્તા આપે છે એક મજબૂત સંદેશ

આ ટ્રેલર જોયા પછી તમને ચોક્કસપણે ખ્યાલ આવશે કે એક નાના શહેરની આસપાસ આ વાર્તા વર્ણવામાં આવી છે અને જે રીતે ટ્રેલરમાં ડાયલોગ્સ સંભળાય છે, તે તમને ખૂબ એટ્રેક્ટ કરશે. ભલે તે ડાયલોગ અક્ષયે બોલ્યો હોય કે પછી ભૂમિ પેડનેકરના પિતાની ભૂમિકા ભજવી રહેલા અભિનેતાએ. એક ટિપિકલ ફેમિલી જે દરેક વસ્તુ માટે ઝઘડે છે, પરંતુ ભાઈ-બહેન વચ્ચેનો પ્રેમ પણ એટલો જ છે. કારણ કે ફિલ્મનું ટાઈટલ ‘રક્ષાબંધન’ છે તો ફિલ્મની વાર્તામાં રક્ષાબંધન સાથે જોડાયેલી બાબતો પણ જોવા મળી શકે છે. પરંતુ ટ્રેલરમાં આવું કંઈ જ બતાવવામાં આવ્યું નથી.

દહેજના મુદ્દાને સરળતા સાથે આ ફિલ્મમાં ઉઠાવવામાં આવ્યો છે

દહેજના મુદ્દાને લગ્નના માધ્યમથી ખૂબ જ સરળતાથી ઉઠાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેના માટે ફિલ્મના નિર્માતા અને લેખકની પ્રશંસા કરવી પડશે. તેમણે આ ફિલ્મની વાર્તા માટે લોકેશનની પસંદગીમાં પણ ખૂબ જ સારી કરી છે અને દરેક સીનને સુંદર રીતે શૂટ કરવામાં આવ્યો છે. આ સાથે ફિલ્મના કલાકારોએ પણ સરસ એક્ટિંગ કરી છે.

ફિલ્મનું ડાયરેક્શન અને મ્યુઝિક પણ છે સરસ

જો આપણે બેકગ્રાઉન્ડ સ્કોરની અથવા ફિલ્મમાં સામેલ ગીતોની વાત કરીએ તો તેને હિમેશ રેશમિયાએ કમ્પોઝ કર્યું છે. જે ફિલ્મની વાર્તા અને તેની બેકગ્રાઉન્ડને જસ્ટીફાય કરે છે. ફિલ્મનું ડાયરેક્શન પણ ઘણું સારું છે. આ ફિલ્મની વાર્તા ઘણી સારી છે, જેના માટે તમારે થોડી રાહ જોવી પડશે. અક્ષય કુમારની આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Next Article