અમૃતા રાવની રોમેન્ટિક લવસ્ટોરીને રણવીરે કરી લોન્ચ, દીપિકાને કિસ કરતો Photo Viral
વિવાહ ફેમ એક્ટ્રેસ અમૃતા રાવે (Amrita Rao) તેના પતિ આરજે અનમોલ સાથે મળીને એક પુસ્તક લખ્યું છે જે તેમની લવ સ્ટોરી પર આધારિત છે. આ પુસ્તકને બોલિવૂડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ખાસ સ્ટાઈલમાં લોન્ચ કર્યું છે.
Ranveer Singh Kisses Deepika Padukone: બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવ અને તેના પતિ આરજે અનમોલનું બોન્ડિંગ કોઈનાથી છુપાયેલું નથી. કપલ સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ફોટા અને વીડિયો શેયર કરતા રહે છે. હવે બંને કલાકારોએ વેલેન્ટાઈન વીક પર તેમનું નવું પુસ્તક લોન્ચ કર્યું છે. આ પુસ્તક અનમોલ અને અમૃતાની લવ સ્ટોરી પર આધારિત છે. આ ખાસ અવસર પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ આ કપલ સાથે જોડાયા હતા અને તેમની લવ સ્ટોરીનું સ્વાગત કર્યું હતું. બંનેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં રણવીર સિંહ તેની પત્ની દીપિકાને કિસ કરી રહ્યો છે.
અમૃતા રાવે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બુકના ઈનોગ્રેશન દરમિયાનનો એક ફોટો શેયર કર્યો છે. તેમાં દીપિકા અને રણવીર પણ ત્યાં પહોંચી ગયા છે અને તેઓ લેટેસ્ટ બુકનું કવર લોન્ચ કરતા જોવા મળે છે. આ દરમિયાન એક તરફ રણવીર દીપિકાને કિસ કરતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અનમોલ તેની પત્ની અમૃતાને કિસ કરી રહ્યો છે. આ તસવીર ખૂબ જ ક્યૂટ છે અને અમૃતા પણ આ ખાસ અવસર પર બોલિવૂડના પાવર કપલનો સાથ મળવાથી ખુશ છે.
View this post on Instagram
અમૃતાએ રણવીર-દીપિકાનો માન્યો આભાર
અમૃતાએ ફોટો શેયર કરતા લખ્યું- અમારી બુક કપલ ઓફ થિંગ્સ હવે લોન્ચ થઈ ગઈ છે. અમારી યૂનિક લવ સ્ટોરીના લોન્ચિંગ માટે અમારી સાથે જોડાવા માટે આ પાવર કપલ કરતાં વધુ સારું કોણ હોઈ શકે. રણવીર અને દીપિકા, તમે બંને જેટલા શાનદાર છો એટલા માટે તમારો આભાર. અમે ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છીએ. તમે આ પુસ્તક એમેઝોન પર પણ ખરીદી શકો છો.
આ પણ વાંચો : એરપોર્ટ પર ચાહકે અચાનક એવું કર્યું કે સારા અલી ખાન થઈ ગઈ હેરાન, જુઓ Viral Video
કપલની રસપ્રદ લવ સ્ટોરી પર છે આ પુસ્તક
આ ખાસ સમયે રિલીઝ થયેલા આ ખાસ પુસ્તકથી ફેન્સ પણ ખુશ છે અને કપલને અભિનંદન આપી રહ્યા છે. અનમોલ-અમૃતાની જોડીને ફેન્સ પસંદ કરે છે અને તેમની તસવીરો પર ઘણી કોમેન્ટ પણ કરે છે. પુસ્તક વિશે વાત કરીએ તો, તે આરજે અનમોલ અને અમૃતા રાવની રસપ્રદ લવ સ્ટોરી વિશે વાત હશે. બંનેએ તેમના પ્રેમનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે અને સાથે મળીને આ પુસ્તક લખ્યું છે જે હવે માર્કેટમાં અવેલેબલ છે.