AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL ફાઇનલમાં ‘ખલીબલી’ કરવા તૈયાર રણવીર સિંહ, એઆર રહેમાન પણ ફેલાવશે સંગીતનો જાદુ, ‘લાલ સિંહ ચઢ્ઢા’ પણ રહેશે હાજર

IPL Final 2022: રવિવારે સાંજે ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને સિંગર્સ ખાસ પરફોર્મન્સ આપશે.

IPL ફાઇનલમાં 'ખલીબલી' કરવા તૈયાર રણવીર સિંહ, એઆર રહેમાન પણ ફેલાવશે સંગીતનો જાદુ, 'લાલ સિંહ ચઢ્ઢા' પણ રહેશે હાજર
AR RAHMAN- Neeti Mohan- Amir KhanImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 4:11 PM
Share

IPL 2022 Final Closing Ceremony: IPL 2022 ના સમાપન સમારોહની ઉજવણી આજે એટલે કે 29 મે 2022 ના રોજ ધામધૂમથી કરવામાં આવશે. આવી સ્થિતિમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જોરદાર ટક્કર થશે. તો સમાપન સમારોહમાં બોલિવૂડના તમામ સેલેબ્સનું એક ગ્રુપ પણ હાજર રહેશે. રવિવારે સાંજે ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને સિંગર્સ ખાસ પરફોર્મન્સ આપશે. આ દરમિયાન સંગીતના જાદુગર એ.આર. રહેમાન (AR Rahman) આજે સાંજે પોતાના અવાજથી સુંદર પરફોર્મન્સ આપશે. તો સાથે જ આ સાંજને રંગીન બનાવવા માટે ગાયિકા નીતિ મોહન (Neeti Mohan) તેમને સાથ આપશે.

IPLના ફિનાલેમાં રણવીર સિંહનું શાનદાર પ્રદર્શન જોવા મળશે

આ સિવાય બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ પણ IPLની ફાઈનલમાં ધમાકેદાર પરફોર્મન્સ આપતો જોવા મળશે. રણવીર સિંહ તેની ફિલ્મોના ગીતો સાથે સ્ટેજ પર ‘ખલીબલી’ પરફોર્મ કરતો જોવા મળશે. આ સંદર્ભમાં નીતિ મોહને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકો સાથે એક વીડિયો શેર કર્યો છે.

નીતિ મોહનની વિડિયો પોસ્ટ અહીં જુઓ

પોસ્ટમાં એઆર રહેમાન સાથે નીતિ મોહન જોવા મળી રહી છે. આ દ્રશ્ય પાછળના વિડિયોમાં, નીતિ મોહન એઆર રહેમાન સાથે ક્યારેક ઇલેક્ટ્રિક રિક્ષામાં તો ક્યારેક સ્ટેજ પર પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. આ વીડિયોને કેપ્શન આપતા નીતિએ લખ્યું છે – ‘એક્સાઈટમેન્ટ લેવલ આઈપીએલ ફિનાલે. હું એઆર રહેમાન સર અને ગેંગ સાથે પરફોર્મ કરી રહી છું.

રણવીર સિંહે પણ એક વીડિયો શેર કર્યો

વીડિયોમાં રણવીર સિંહ ફુલ પ્રેક્ટિસ મોડમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં રણવીર તેની ફિલ્મ પદ્માવતના પ્રખ્યાત ગીત ‘ખલીબલી’માં પાવરપેક સ્ટેપ્સ કરતો જોવા મળી રહ્યો છે. રણવીર સિંહે તેના ઓફિશિયલ ઈન્સ્ટા પરથી એક પોસ્ટ પણ કરી હતી જેમાં તેણે તેના ફેન્સને કહ્યું હતું કે તે IPLમાં પરફોર્મ કરવા જઈ રહ્યો છે. કેપ્શન આપતા તેણે લખ્યું- જસ્ટ બ્રિંગ ઈટ, ટાટા આઈપીએલ ફાઈનલ 2022ના સમાપન સમારોહમાં મારું પ્રદર્શન જુઓ. સ્ટાર સ્પોર્ટ્સ અથવા ડિઝની પ્લસ હોટસ્ટાર પર 6.25 મિનિટે.

તમને જણાવી દઈએ કે, આ વખતે આઈપીએલ આમિર ફેન્સ માટે પણ ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં, આમિર ખાનની ફિલ્મનું ટ્રેલર IPL ફાઈનલના દિવસે રિલીઝ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આ ફિલ્મને લઈને ચાહકોમાં વધુ ઉત્તેજના છે. અભિનેતા આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL2022)ની ફાઈનલ મેચમાં બંને ઈનિંગ્સમાં 9મી અને 15મી ઓવરમાં કોમેન્ટ્રી કરવા માટે તૈયાર છે. જ્યાં તે તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું બહુપ્રતિક્ષિત ટ્રેલર પ્રથમ ઈનિંગ્સના બીજા સ્ટ્રેજિક ટાઈમ આઈટમાં રિલીઝ કરશે.

g clip-path="url(#clip0_868_265)">