‘રામ’ બનવા માટે રણબીર કપૂરનું અનોખું ટ્રાન્સફોર્મેશન, 3 વર્ષથી કરી રહ્યો છે મહેનત

|

Apr 25, 2024 | 2:32 PM

બોલિવુડ અભિનેતા રણબીર કપૂર હાલમાં ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે. ગત્ત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ એનિમલ દ્વારા રણબીર કપૂરે ચાહકોનું દિલ જીતી લીધું છે. આ સાથે તેની અપકમિંગ ફિલ્મ રામાયણને લઈ સતત વ્યસ્ત છે. ફિલ્મને લઈ એક નવું અપટેડ સામે આવ્યું છે.

રામ બનવા માટે રણબીર કપૂરનું અનોખું ટ્રાન્સફોર્મેશન, 3 વર્ષથી કરી રહ્યો છે મહેનત

Follow us on

બોલિવુડ અભિનેતા રણબીર કપૂરે ફિલ્મ એનિમલથી લોકોને ચોંકાવી દીધા હતા. રણબીર કપૂર હાલના દિવસોમાં ફિટનેસ ગોલ આપી રહ્યા છે. થોડા દિવસો પહેલા તે પહાડોની વચ્ચે પરસેવો પાડતો જોવા મળ્યો હતો. હવે ફિઝિકલ ટ્રેનરે તેના શાનદાર ટ્રાન્સફોર્મેશનનો ફોટો શેર કર્યો છે.

આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે, છેલ્લા 3 વર્ષમાં એનિમલથી લઈ ફિલ્મ રામાયણ માટે અભિનેતા કેટલો બદલાય ગયો છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

ફિઝિકલ જર્નીનો ફોટો પોસ્ટ કર્યો

 

 

રણબીર કપૂરના ફિઝિકલ ટ્રેનર શિવોહમે ઈન્સ્ટાગ્રામ પર રણબીરની ફિઝિકલ જર્નીનો એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં પહેલા ફોટોમાં એનિમલ દરમિયાનનો છે. આ ફિલ્મ ગત વર્ષે રિલીઝ થઈ હતી અને ત્યારબાદ રણબીરે વજન વધાર્યું હતુ. બીજા અને ત્રીજા ફોટોમાં તેના સિક્સ પેક્સ મસલ્સ અને ટોન્ડ બોડી સ્પષ્ટ જોવા મળી રહી છે. આ બધું તેની મહેનતનું પરિણામ છે.

શાનદાર ફિટનેસ ટ્રેનિંગ લઈ રહ્યો છે રણબીર

 

 

41 વર્ષના રણબીર કપૂરે રામાયણ ફિલ્મ માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. આ પહેલા તેનો એક વીડિયો વાયરલ પણ થયો હતો. જેમાં તે ટ્રેનિંગ લેતો જોવા મળ્યો હતો. સ્વિમિંગ, પહાડો પર ચઢવું સાઈકલ ચલાવવી અને રનિંગ કરવું. આ દરમિયાન તેની સાથે પત્ની આલિયા ભટ્ટ અને પુત્રી રાહાએ પણ તેનો સાથ આપ્યો છે. રાહા આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં જોવા મળી રહી છે.

રામાયણ માટે રણબીર કપૂર કોઈ પણ ભૂલ કરવા માંગતો નથી, તે જાણે છે કે, ભગવાન રામનું પાત્ર નિભાવવું આસાન નહિ હોય. રણબીર ખુદ આ પાત્રને શાનદાર રજુ કરવા માટે પરસેવો પાડી રહ્યો છે. તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : દર્શન રાવલે ગુજરાતી, હિન્દી, બંગાળીના ગીતમાં આપ્યો છે અવાજ, અમદાવાદમાં થયો છે જન્મ, આવો છે પરિવાર

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article