AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોમેન્ટિક-કોમેડીનો ઓવરડોઝ છે રણબીર-શ્રદ્ધાની ફિલ્મ Tu Jhoothi Main Makkaar, ટ્રેલર થયું રિલીઝ

Tu Jhoothi Main Makkaar Trailer: રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની નવી ફિલ્મ ટુંક સમયમાં આવવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ તુ જૂઠી મેં મક્કાર છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેમાં રણબીર-શ્રદ્ધાની ખાસ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

રોમેન્ટિક-કોમેડીનો ઓવરડોઝ છે રણબીર-શ્રદ્ધાની ફિલ્મ Tu Jhoothi Main Makkaar, ટ્રેલર થયું રિલીઝ
રોમેન્ટિક-કોમેડીનો ઓવરડોઝ છે રણબીર-શ્રદ્ધાની ફિલ્મ Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 5:01 PM
Share

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ હોળીના દિવસે રિલીઝ થવા જઈ રહી છે. રણબીર-શ્રદ્ધાની જોડી દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. રણબીર લાંબા સમયની રાહ બાદ રોમાન્સ-કોમેડી ફિલ્મ સાથે મોટા પડદા પર કમબેક કરવા જઈ રહ્યો છે. તેની સ્ટાઈલ હંમેશા ફેન્સને પસંદ આવી રહી છે. આ ટ્રેલરમાં રણબીર અને શ્રદ્ધા બંને અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ લવ રંજન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.

ટ્રેલર જોઈને અંદાજો લગાવી શકાય છે કે, આ એક એવા કપલની સ્ટોરી છે જે પ્રેમ જેવી ગૂંચવણોમાં ફસાઈ જવા માંગતા નથી. પરંતુ છેતરપિંડી અને જુઠ્ઠાણાથી ભરેલી આ સ્ટોરીમાં પરિવારની એન્ટ્રી કેવી રીતે થાય છે તેની ઝલક આ વીડિયોમાં છે. રણબીર અને શ્રદ્ધાની કેમેસ્ટ્રીની સાથે ટ્રેલરમાં સામેલ ગીતોની ઝલક પણ જોવા મળી રહી છે  ઉપરાંત, બંનેની પ્રેમથી ભરેલી સ્ક્રિપ્ટમાં મૂંઝવણ છે જે ચાહકોને થિયેટરમાં આકર્ષિત કરી શકે છે.

શ્રદ્ધા બિકીનીમાં જોવા મળી

આ ફિલ્મમાં પહેલીવાર શ્રદ્ધા કપૂર બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. બિકીની પહેરીને તેણે વીડિયોમાં સનસનાટી મચાવી દીધી છે. આ ટ્રેલરમાં શ્રદ્ધા અને રણબીર એકબીજાને હોઠ પર કિસ કરતા જોવા મળે છે. આ ટ્રેલરનો વીડિયો ખૂબ જ ફની પણ લાગી રહ્યો છે અને અંદાજ લગાવી શકાય છે કે રણબીર કપૂરની આ ફિલ્મ પણ ચાહકોના દિલમાં રાજ કરશે. રણબીર કપૂરની અજબ પ્રેમ કી ગઝબ કહાની અને બરફી જેવી ફિલ્મોને કોણ ભૂલી શકે. આ ફિલ્મોથી જ રણબીરે નામ કમાવ્યું હતું અને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લગભગ આ જ બેકગ્રાઉન્ડ પરથી હોય તેવું લાગે છે.

રણબીરે બ્રહ્માસ્ત્રમાં ધમાલ કરી

વર્ષ 2022 રણબીર કપૂર માટે ખૂબ જ ખાસ હતું. આ વર્ષે તેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ હતી જેણે વિશ્વભરમાં ઘણી કમાણી કરી હતી. આ ફિલ્મ ભારતમાંથી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રણબીર આ વર્ષે 2022ની સફળતાને કેવી રીતે રિપીટ કરે છે. આ ફિલ્મ 8 માર્ચ 2023ના રોજ રિલીઝ થવાની છે.

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">