AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer Box Office: રજનીકાંતની ‘જેલર’ 5 કરોડથી હારી, પઠાણનો રેકોર્ડ તોડી શકી નહીં

મેગાસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'જેલર' (jailer) રિલીઝ થતાની સાથે જ સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે. ફિલ્મે પહેલા દિવસે ધમાકેદાર કલેક્શન કર્યું છે. જો કે કમાણીના મામલામાં આ ફિલ્મ હજુ પણ પઠાણથી પાછળ છે.

Jailer Box Office: રજનીકાંતની 'જેલર' 5 કરોડથી હારી, પઠાણનો રેકોર્ડ તોડી શકી નહીં
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 9:52 AM
Share

સાઉથથી લઈને હિન્દી સિનેમામાં મેગાસ્ટાર રજનીકાંત (Rajinikanth)ની ફિલ્મ ‘જેલર‘ 10 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મની રિલીઝ સાથે જ સુપરસ્ટારના ચાહકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાકે થિયેટરની સામે જોરદાર ડાન્સ કર્યો, જ્યારે કેટલાક જાપાનથી ફિલ્મ જોવા આવ્યા. રજનીકાંતનો જાદુ લોકો પર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મના પહેલા દિવસના આંકડા સામે આવ્યા છે.

આ પણ વાંચો : Gadarના એક નહીં પરંતુ 4 સ્ટાર્સે દુનિયાને કહી દીધું અલવિદા, Gadar 2ના આ 4 પાત્રને મિસ કરશે ચાહકો!

‘જેલર’ના પ્રથમ દિવસના કલેક્શનની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. રજનીકાંતના ચાહકો માટે સારા સમાચાર છે. ‘જેલર’ આ વર્ષની ત્રીજી સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. જો કે, અત્યાર સુધી પ્રથમ નંબર પર પઠાણ અને બીજા નંબર પર આદિપુરુષનો કબજો છે. તમિલનાડુમાં ‘જેલર’ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. અહીં ઓપનિંગની વાત કરીએ તો ‘જેલર’ પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. એડવાન્સ બુકિંગના આંકડા જોયા પછી આવું લગભગ નિશ્ચિત હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર જેલરે પહેલા દિવસે ભારતમાં તમામ ભાષાઓમાં 44.50 કરોડનો બિઝનેસ કર્યો છે. બીજી તરફ જો ભારતના ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મનું કુલ કલેક્શન 52 કરોડ હોવાનું માનવામાં આવે છે. આ કલેક્શન પોતાનામાં એક મોટો આંકડો છે. જેલરે પણ પઠાણને સખત લડત આપી છે. પરંતુ જો પઠાણના ઓપનિંગ કલેક્શનની વાત કરીએ તો ભારતમાં શાહરૂખ ખાનની ફિલ્મનું ગ્રોસ કલેક્શન 57 કરોડ હતું. આવી સ્થિતિમાં જેલર 5 કરોડ પાછળ રહી ગઈ.

આ પણ વાંચો : Gadar 2 movie shooting: ‘ગદર 2’ના ક્લાઈમેક્સનું શૂટિંગ આ સ્થળ પર કરાયું, જ્યાં ઉભું કરવામાં આવ્યું હતુ લાહોર જુઓ Photos

જો કે હવે ફિલ્મની કમાણી પર ખાસ અસર જોવા મળી શકે છે. કારણ કે આજે સિનેમાઘરોમાં બે દમદાર ફિલ્મો રિલીઝ થઈ છે. એક તરફ સની દેઓલની ગદર 2 અને બીજી તરફ અક્ષય કુમારની OMG 2, આ બંને ફિલ્મો રજનીકાંતની ફિલ્મની કમાણી કરતા આગળ આવી શકે છે. બંને ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને દરેકની રાહ પૂરી થઈ ગઈ છે. બંને ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">