રાહુલ વૈદ્ય-દિશા પરમારની લાડકીની પહેલી ઝલક, કોના જેવી લાગે છે ક્યૂટ નવ્યા? જુઓ વીડિયો

આલિયા ભટ્ટ-રણબીર કપૂર પછી હવે રાહુલ વૈદ્ય અને દિશા પરમારે પહેલીવાર પોતાની લાડલીનો ચહેરો લોકોને બતાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

રાહુલ વૈદ્ય-દિશા પરમારની લાડકીની પહેલી ઝલક, કોના જેવી લાગે છે ક્યૂટ નવ્યા? જુઓ વીડિયો
Rahul Vaidya Disha Parmar daughter
Follow Us:
| Updated on: Feb 13, 2024 | 11:21 AM

બોલિવૂડની ઘણી હસ્તીઓ તેમના બાળકો માટે ‘નો ફોટો પોલિસી’ ધરાવે છે. પરંતુ કેટલીક સેલિબ્રિટી પોતાના બાળકોનો ચહેરો આખી દુનિયાને બતાવે છે. અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર બાદ અભિનેતા રાહુલ વૈદ્ય અને અભિનેત્રી દિશા પરમારે પણ ચાહકોને લાડલીનો ચહેરો બતાવ્યો છે.

દિશા અને રાહુલે ગયા વર્ષે 20 સપ્ટેમ્બરે લાડલીનું આ દૂનિયામાં સ્વાગત કર્યું હતું. હવે બંનેએ ફેન્સને તેની ફર્સ્ટ ગર્લ ચાઈલ્ડનો ચહેરો બતાવ્યો છે. ‘બડે અચ્છે લગતે હૈ’ ફેમ દિશા અને ‘બિગ બોસ 14’ ફેમ રાહુલ બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. રાહુલ અને દિશા લાડલી સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

પ્રી-વેડિંગમાં રાધિકા મર્ચેન્ટે કિસ્ટલ ગાઉન પહેરી આ અભિનેત્રીના લુકને કર્યો કોપી !
અંબાણી પરિવાર સાથે ડાન્સ કરતી વખતે ફાટી ગયો Rihanna નો ડ્રેસ, ભીડમાં oops moment નો શિકાર બની, જુઓ વીડિયો
લીંબુ નીચોવી તેની છાલને ફેંકી ન દેતા ! ત્વચા ચમકાવવાથી લઈને વજન ઘટાડવામાં છે ઉપયોગી
અનંત રાધિકાના લગ્નમાં ખર્ચ થશે આટલા હજાર કરોડ! થશે દેશના સૌથી મોંઘા લગ્ન
અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં સેલેબ્સનો જલવો, રિહાનાએ મચાવી ધૂમ, જુઓ તસવીરો
આજનું રાશિફળ તારીખ : 02-03-2024

રાહુલ અને દિશાની દીકરીની જ ચર્ચા થઈ રહી છે

રાહુલ અને દિશાને જોઈને પાપારાઝીઓની ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યારપછી રાહુલ અને દિશાએ તેની લાડલીનો ચહેરો બતાવ્યો હતો. પાપારાઝીએ વીડિયો પોસ્ટ કરીને પૂછ્યું, ‘પુત્રી કોની જેવી લાગે છે, પિતા રાહુલ કે માતા દિશા જેવી?’ અત્યારે દરેક જગ્યાએ માત્ર રાહુલ અને દિશાની દીકરીની જ ચર્ચા થઈ રહી છે.

(Credit Source : Viral Bhayani)

આ વાયરલ થયેલો વીડિયો જોયા પછી ફેન્સેએ કહ્યું કે, ‘છોકરી બિલકુલ રાહુલ વૈદ્ય જેવી લાગે છે.’ અન્ય નેટીઝને કોમેન્ટ કરી છે કે, ‘રાહુલની જેમ…’, ત્રીજા નેટીઝને કહ્યું, ‘સુપર ક્યૂટ લાગે છે…’ ફેન્સ પણ રાહુલ-દિશા પર પ્રેમ વરસાવી રહ્યા છે.

લાડલીના જન્મ પછી રાહુલે કહ્યું હતું કે, ‘હું ખૂબ ખુશ છું. ઘણી બધી સારી લાગણીઓ છે. હું ઈચ્છતો હતો કે મારું પહેલું બાળક છોકરી હોય. અભિનેતાએ એમ પણ કહ્યું કે, મારી લાગણી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.

રાહુલ અને દિશાની ફેન્સ ફોલોઈંગ ઘણી છે

સાચું કહું તો રિયાલિટી શો ‘બિગ બોસ 14’માં રાહુલ વૈદ્યએ તેની ગર્લફ્રેન્ડ દિશા પરમારને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આ પછી દિશા અને રાહુલે ભવ્ય રીતે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

રાહુલ અને દિશા બંને પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટાર પણ છે. તેનો ફેન બેઝ પણ ઘણો મોટો છે. બંનેની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રાહુલ અને દિશા બંને હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. રાહુલ અને દિશા તેમના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે.

Latest News Updates

માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા
માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા
જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો
જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો
રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો
રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો
Ahmedabad: માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી
Ahmedabad: માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી
મહેસાણા જિલ્લામાં માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા, ઊંઝામાં ધીમી ધારે વરસાદ
મહેસાણા જિલ્લામાં માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા, ઊંઝામાં ધીમી ધારે વરસાદ
બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ : પોલીસે 700 પાનાનો અહેવાલ રજૂ કર્યો
બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ : પોલીસે 700 પાનાનો અહેવાલ રજૂ કર્યો
દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ લગ્નના મંડપ ધરાશાયી, જુઓ
દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ લગ્નના મંડપ ધરાશાયી, જુઓ
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં
કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં
g clip-path="url(#clip0_868_265)">