AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghav Parineeti Engagement: રાઘવ-પરિણીતીએ સગાઈ માટે નક્કી કરી પેસ્ટલ કલર્સ આધારિત ખાસ થીમ

Raghav Parineeti Engagement: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈની તૈયારીઓ થઈ ગઈ છે. આવતીકાલે બંનેની દિલ્હીમાં સગાઈ થવા જઈ રહી છે. સગાઈમાં બોલિવૂડથી લઈને રાજકારણ સુધીના મોટા ચહેરાઓ સામેલ થશે.

Raghav Parineeti Engagement: રાઘવ-પરિણીતીએ સગાઈ માટે નક્કી કરી પેસ્ટલ કલર્સ આધારિત ખાસ થીમ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 7:13 PM
Share

Raghav Parineeti Engagement: બોલિવૂડની પંજાબી ગર્લ પરિણીતી ચોપરા 13મી મેના રોજ આપના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરવા જઈ રહી છે. પરિણીતી અને રાઘવની સગાઈની તૈયારીઓ મુંબઈથી લઈને દિલ્હી સુધી ચાલી રહી છે. બંનેની સગાઈ પંજાબી રીતિ-રિવાજથી થશે. સગાઈમાં માત્ર પરિણીતી અને રાઘવના પરિવારના સભ્યો અને ખાસ મિત્રો જ હાજર રહેશે. પરિણીતીએ સગાઈ માટે એક ખાસ થીમ પણ નક્કી કરી છે.

પરિણીતી સગાઈની તૈયારીઓ માટે ઘણા દિવસો પહેલા જ દિલ્હી પહોંચી ગઈ હતી. ડ્રેસથી લઈને ડેકોરેશન સુધીની દરેક વસ્તુ ખાસ થીમ મુજબ તૈયાર કરવામાં આવી રહી છે. પરિણીતી અને રાઘવ બંને પંજાબી પરિવારમાંથી છે, તેથી સગાઈનો કાર્યક્રમ પંજાબી રીત-રિવાજ સાથે થશે. સગાઈ પહેલા બપોરે 12-1 વાગ્યાની આસપાસ સુખમણી સાહેબના પાઠ થશે. અરદાસ બાદ ભોજનનો કાર્યક્રમ યોજાશે.

રાઘવ-પરિણીતીની સગાઈમાં લગભગ 150 લોકો હાજરી આપશે

રીંગ સેરેમની પાર્ટી સાંજે યોજાશે. જ્યાં પરિણીત-રાઘવ એકબીજા સાથે રીંગ એક્સચેન્જ કરશે. સગાઈ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યું છે. રાઘવ-પરિણીતીની સગાઈમાં લગભગ 150 લોકો હાજરી આપશે. જેમાં પરિવારના સભ્યો, પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સામેલ થશે.

પરિણીતીએ સગાઈની થીમ પેસ્ટલ કલર્સ આધારિત રાખી છે. પરિણીતી પોતે ખૂબ જ સિમ્પલ અને એલિગન્ટ લૂકમાં દેખાશે. અભિનેત્રીએ આ માટે પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો ઈન્ડિયન આઉટફીટ પસંદ કર્યા છે. જ્યારે રાઘવ ચઢ્ઢા મિનિમલ અચકન પહેરશે. રાઘવે સગાઈ માટે તેના મામા અને ફેશન ડિઝાઈનર પવન સચદેવાના આઉટફીટની પસંદગી કરી છે.

આ પણ વાંચો:વેજિટેરિયન Rashmika Mandanna જાહેરાતમાં નોન-વેજ ખાવા માટે ટ્રોલ થઈ, યુઝર્સે કહ્યું ‘આ ડબલ સ્ટાન્ડર્ડ છે’

તમને જણાવી દઈએ કે રાઘવ અને પરિણીતીની સગાઈ એક પર્સનલ ઈવેન્ટ હશે, જેમાં બોલિવૂડ અને રાજનીતિ સાથે જોડાયેલી હસ્તીઓ સામેલ થશે. જો કે હજુ સુધી બંનેના લગ્નની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ઓક્ટોબરમાં લગ્ન કરી શકે છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

Follow Us
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">